સારવાર કેમ્પનું આયોજન:ગાંધીનગર ફિઝિયોથેરાપી કોલેજ ખાતે કાયરો પ્રેક્ટિશનર્સ દ્વારા ત્રી દિવસીય નિઃશુલ્ક સારવાર કેમ્પનું આયોજન

કડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી સર્વ વિધાલય કેળવણી મંડળ સંચાલિત ગાંધીનગર સ્થિત સેક્ટર -12માં ફિઝિયોથેરાપી કોલેજ ખાતે કાયરો પ્રેક્ટિશનર્સ દ્વારા ત્રી દિવસીય નિઃશુલ્ક કાયરોપ્રેકટર સારવાર કેમ્પનું આયોજન આગામી દિવસોમાં કરાશે. જેમા અમેરિકાના નામાંકીત કાયરો પ્રેક્ટિશનર્સ વિના મૂલ્યે સેવા આપશે.

કડી સર્વ વિધાલય કેળવણી મંડળ અને કડી સર્વ વિશ્ર્વ વિધાલય દ્વારા ગાંધીનગર સ્થિત સેક્ટર 12માં આવેલ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતેની સી.એમ.પટેલ ફિઝિયોથેરાપી કોલેજમાં અમેરિકાના વેસ્ટ સાનફ્રાન્સિસ્કોની લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજના પ્રેસિડેન્ટ ડો.રોન ઓબરસ્ટાઈનની આગેવાની હેઠળ 12 જેટલાં કાયરોપ્રેક્ટિશનર્સ દ્વારા ત્રી દિવસીય નિઃશુલ્ક કાયરોપ્રેકટર સારવાર કેમ્પનું આયોજન આગામી દિવસોમા કરવામાં આવશે.

ફિઝિયોથેરાપી કોલેજ ખાતે યોજાનાર કાયરોપ્રેક્ટિક કેમ્પમા હાડકાં, નસ,સાંધા અને સ્નાયુઓને લગતી તકલીફોના કારણે થતા દુઃખાવા, ગરદનનો દુખાવો કમરની તકલીફ, માથાનો દુખાવો, માઈગ્રેન,સાંધાની ઈજાઓ, સ્નાયુપેશીઓની ઈજાઓ વગેરેના નિદાન અને સારવાર વિના મૂલ્યે કાયરોપ્રેક્ટિક થેરાપીથી કરાશે. ગાંધીનગર, કડી, અમદાવાદ સહિત વિસ્તારના નાગરિકો કેમ્પનો વધુમાં વધુ લાભ લઈ શકશે. જેની રજીસ્ટ્રેશનથી માંડીને ટોકન નંબર આપી ભીડભાડ વગર દર્દીઓનો વધુ સમયના બગડે તે રીતે સુચારુ વ્યવસ્થા સાથે સારવાર મળી રહે તે માટે ફિઝિયોથેરાપી કોલેજનો સ્ટાફ અને યુવા તાલીમાર્થીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા હોવાનુ સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલે અખબારી યાદીમા જણાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે ગત જુન માસમા યોજાયેલ કેમ્પમાં ચાર હજાર ઉપરાંત નાગરીકોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...