પશુ આરોગ્ય ટીમ સક્રિય બની:કડીમાં રખડતી ગાયમાં લમ્પી વાઇરસના શંકાસ્પદ લક્ષણો દેખાતાં પશુ ડોકટરોની ટીમ દોડી આવી

કડી2 મહિનો પહેલા
  • વાછરડાની તપાસ કરતા વાયરસના કોઈ લક્ષણો નહિ જણાતા હાશકારો અનુભવ્યો

કડી શહેરના કરણનગર રોડ ઉપર આવેલ શિકાગો સોસાયટીની બહાર રોડ ઉપર ફરતી ગાયમાં લમ્પી જેવા રોગના શંકાસ્પદ લક્ષણો દેખાતા કડી પશુ સારવાર કેન્દ્રના ડોકટરોની ટીમ દોડી આવી હતી.

રાજ્યમાં લમ્પી વાયરસનું સંક્રમણ પશુઓમાં ધીરેધીરે વધી રહ્યું છે. ત્યારે પશુપાલન વિભાગ દ્વારા રોગને અટકાવવા તેમજ તેને સત્વરે નિયંત્રણમાં લાવી શકાય તે હેતુથી ડોકટરોની ટીમ બનાવી રસીકરણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કડી પંથકમાં લમ્પી વાયરસ જેવા રોગના શંકાસ્પદ લક્ષણો દેખાતા ડોકટરો દોડતા થયા હતા. કડી શહેરના કરણનગર રોડ વિસ્તારમાં આવેલી શિકાગો સોસાયટીની બહાર છેલ્લા ત્રણ દિવસથી એક ગાયનું વાછરડું ફરતું હતું. તેના શરીર ઉપર લમ્પી વાયરસ જેવા રોગના લક્ષણો દેખાતા જાગૃત નાગરીકે તેના મોબાઈલમાં ફોટા પાડી કડી પશુ દવાખાનાના ડોકટરને મોકલી આપતા હાજર ડોકટર દ્વારા ત્વરિત પણે ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.

વાછરડાની તપાસ કરતા વાયરસના કોઈ લક્ષણો નહિ જણાતા હાશકારો અનુભવ્યો હતો. ડૉક્ટરોના જણાવ્યા મુજબ વાછરડાના શરીર ઉપર વાયરસના લક્ષણો નહિ પરંતુ મસા થયા હોવાનું જણાવાયું હતું. ડોકટરો દ્વારા વાછરડાની સ્થળ ઉપર સારવાર કરી વાયરસને નાથવા માટે ટીમ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે કરી પશુપાલકોને માર્ગદર્શન આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...