ધડાકાભેર કાર ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાઈ:કડીના થોળ રોડ પર આઇસર ડીવાઇડર ઉપર ચડી જતા સ્ટ્રીટ લાઈટના થાંભલા ધરાશાયી

કડીએક મહિનો પહેલા

કડી શહેરના થોળ રોડ ઉપર તેમજ વડવાળા હનુમાનજીના મંદિર પાસે ભયંકર બે અકસ્માત સર્જાયા હતા. જ્યાં અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી કડી થોળ રોડ પર આવેલા દશામાના મંદિર પાસે એક આઇસર રોડ ઉપરના ડિવાઈડર ઉપર ચડી જતા અફડા તડફી મચી જવા પામી હતી. જ્યાં વડવાળા હનુમાનજીના મંદિર પાસે અજાણા વાહન ચાલકે GEBના ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાતા થાંભલો રોડ ઉપર ધરાસિત થયો હતો અને વીજ પુરવઠો થોડીકવાર માટે તો ખોરવાઈ ગયો હતો.

કડી શહેરના રોડ ઉપર આવેલા દશામાના મંદિર પાસે કડી તરફથી આવી રહેલા અને થોળ ગામ તરફ જઈ રહેલો એક આઇસર અચાનક જ રોડ ઉપરના ડિવાઈડર ઉપર ચડી જતા થોળ રોડ ઉપરના ડિવાઈડરમાં લગાવેલા સ્ટ્રીટ લાઇટના બે થાંભલા ધરાસિત થઈ ગયા હતા. જ્યાં ધરાસિત થતાની સાથે જ સમગ્ર રોડ અંધારપટ થઈ ગયો હતો. આઇસર નંબર GJ 0 2 Z 8690 ચાલક કડી તરફથી આવી રહ્યો હતો અને થોળ રોડ પાસે દશામાના મંદિર પાસે અચાનક જ ડિવાઈડર ઉપર આઇસર ચડાવી દીધી હતી. જ્યાં ડિવાઈડરની અંદર લગાવેલા ઝાડીઓને નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ બે સ્ટ્રીટ લાઇનના થાંભલા ધરાસિત કરી દીધા હતા. જ્યાં આઇસર ચાલક આઇસર મૂકીને ફરાર થઈ ગયો હતો અને સ્ટીટ લાઈટના થાંભલા રોડ ઉપર ધરાસિત થતા સમગ્ર રોડ ઉપર અંધારપટ થઈ ગયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

કડી શહેરમાં ગુરુવારની રાત્રીએ બે અકસ્માત થયા હતા. જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે કડી કલ્યાણપુરા રોડ ઉપર આવેલ વડવાળા હનુમાનજીના મંદિરની બાજુમાં હનુમાન પ્લાઝા પાસે GEB ના ઈલેક્ટ્રીક થાંભલા સાથે એક કાર ચાલકે ટક્કર મારી હતી. જ્યાં ટક્કર વાગતાની સાથે જ થાંભલો રોડ ઉપર ધરાસિત થઈ ગયો હતો અને કારચાલક અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. જ્યાં અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. જ્યાં થાંભલા ઉપર લગાવેલ ઇલેક્ટ્રીકના તાર રોડ ઉપર પડસાયા હતા. થાંભલો ધરાસિત થતા થોડીકવાર માટે તો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ રોડ ઉપર આડસ મૂકીને રોડને ખુલ્લો કરી નાખ્યો હતો. જ્યારે સ્થાનિક લોકોએ GEBના અધિકારીઓને જાણ કરાતા ઘટના સ્થળે GEBના અધિકારીઓ દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી તેમને હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...