કડી તાલુકાના નંદાસણ પાસે આવેલા નવાપુરા ગામ ખાતે ઇકો ગાડી માલિકે પોતાની ગાડી ઘરની બહાર પાર્ક કરી હતી. જે દરમિયાન તેઓને બહારગામ જવાનું હોવાથી તેઓએ ઇકો ગાડીનો સેલ મારતા ઈકો ગાડીમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જ્યાં તેઓને માલુમ થયું હતું કે, તેઓની ગાડીનું સાઇલેન્સર ચોરાઈ ગયું છે. જેથી તેઓએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી.
કડી તાલુકાના નંદાસણ પાસે આવેલા નવાપુરા ગામ ખાતે રહેતા ચેતન પટેલ કે જેવો કલોલ ખાતે યુનિવર્સલ એજ્યુકેશન ઓફિસની અંદર નોકરી કરી રહ્યા છે અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેઓ પોતાની માલિકીની ઈકો ગાડી વસાવે છે. જે દરમિયાન તેઓ પોતાની ગાડી ઘરની બહાર જ પાર્ક કરે છે. તે સમયગાળામાં ફરિયાદીને બહારગામ પરિવાર સાથે જવાનું હોવાથી તેઓ સવારમાં વહેલા ઉઠીને તૈયાર થઈને ઘરની નીચે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગાડીનો સેલ માર્યો ત્યારે ગાડીમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા હતા. જે દરમિયાન તેઓએ ગેરેજમાં તપાસ કરવતા માલુમ પડ્યું કે, ગાડીનું સાઇલેન્સર ચોરાઈ ગયું છે. જેથી તેઓએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જઈ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ સાઈલેન્સર ચોરી ગયાની ફરિયાદ નોંધાવી. જે ફરિયાદ પરથી પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.