તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીમાં NDRFની ટીમે રેલી યોજી:કડીમાં કોરોના સામે જનજાગૃતિ લાવવા NDRF અને પાલિકાના કર્મચારીઓ દ્વારા રેલી કાઢવામાં આવી

મહેસાણા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • NDRF અને નગરપાલિકા ના કર્મચારીઓની ટીમના સયુંકત રેલી દ્વારા કોરોના મામલે જનજાગૃતિનો સંદેશો પાઠવ્યો કોરોના સામેના રસીકરણમાં બધાને સહકાર આપવા અને અવશ્ય રસી લેવા આપ્યો સંદેશો રસી આવ્યા છતાં કોરોના ગાઈડ લાઈનનું પાલન પણ જરૂરી : NDRF

વડોદરાની 6 NDRFની ટીમે મહેસાણા જિલ્લાના કડી ખાતે આવી કોરોના મામલે જનજાગૃતિ રેલી યોજી છે. જેમાં કોરોનાથી રક્ષણ મેળવવા માટેની તકેદારી અને રસીકરણ મામલે લોકોને જાગૃત કરવાનો સંદેશો NDRFના જવાનો દ્વારા આપવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં કોરોના વાઇરસે માથું ઊંચક્યું હતું હતું. નાગરિકો ભયના ઓથાર હેઠળ મુકાયા હતા તો તંત્રએ કોરોના સામે સાવધાની રાખવા ખાસ નિયમો બનાવી ગાઈડ લાઇન જાહેર કરી હતી. જોકે હવે આ વાઇરસનું સંક્રમણ દિવસો જતાની સાથે ઘટી રહ્યું છે અને સરકારે વેક્સિનેશનનું કાર્ય પણ પુરજોશમાં આરંભી દીધું છે ત્યારે હજુ પણ કોરોના વાઇરસ સંપૂર્ણ નાથી શકાયો ન હોઈ વડોદરાથી 6 NDRFની ટીમ અને પાલિકાના કર્મચારીઓ દ્વારા કડી શહેરની મુલાકાત લઈ ભાગ્યોદય હોસ્પિટલ, ગાંધીચોક જેવા જાહેર માર્ગો, બજારો અને રહીશોને વિસ્તારમાં રેલી કાઢી કોરોના સામે જનજાગૃતિ લાવવાનો સંદેશો પાઠવ્યો છે.

NDRF ટીમના ઇન્સ્પેકટર દ્વારા સરકાર દ્વારા વેક્સિનેશનનું કાર્ય કરાઈ રહ્યું છે. તેની માહિતી આપી કોરોના સામેની લડતમાં દરેક નાગરિકે પોતાનો વારો આવે ત્યારે અચૂક રસી લેવા માટે અનુરોધ કર્યો છે ત્યારે વડોદરાથી 6 NDRFની ટીમના જવાનો દ્વારા શિસ્ત અને સલામતીના નિર્દશનો સાથે કડી વિસ્તારના લોકોને કોરોના વાઇરસ અને રસીકરણ મામલે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો