ટ્રેક્ટર અને એકટીવા વચ્ચે અકસ્માત:કડીમાં એકટીવા લઈને જતા દંપતીને ટ્રેક્ટરચાલકે અડફેટે લેતા આધેડ મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી

કડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી પાસે આવેલ સુરજ નર્મદા કેનાલ પાસે ટ્રેક્ટર અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. કડી તરફ આવી રહેલા એકટીવા લઈને દંપતિને ટ્રેક્ટર ચાલકે અચાનક જ અડફેટે લેતા દંપતી રોડ ઉપર પછડાયા હતા. જ્યાં આધેડ મહિલાને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવા માટે ખસેડવામાં આવ્યા હતા.

ટ્રેક્ટર ચાલકે એકટીવા સવાર દંપતીને અડફેટે લીધા
પ્રાપ્ત થતી માહિતી મુજબ કડી રોડ ઉપર આવેલ યોગેશ્વર સોસાયટીમાં રહેતા કિરણભાઈ દવે કે જે પોતે હાલ નિવૃત્ત છે. તે પોતાના પત્ની સાથે એકટીવા લઈને પોતાના વતન સાંકળી જિલ્લો પાટણ કામ સારું ગયા હતા અને તેઓ પોતાના ઘરે પરત કડી આવી રહ્યા હતા. જે દરમિયાન કડીના સૂરજ પાસે આવેલ નર્મદા કેનાલ પાસે પહોંચતા પાછળથી આવી રહેલ ઈટો ભરીને ટ્રેક્ટર ચાલકે ઓવરટેક કરવા જતા એકટીવા લઈને આવી રહેલા દંપતીને અડફેટે લીધા હતા.

ટાયર ફરી વળતા મહિલાને પગમાં ઈજા પહોંચી
આ અકસ્માત સર્જાતા દંપતી એકટીવા લઈને રોડ ઉપર પછડાયા હતા. જ્યાં કિરણભાઈ દવેના પત્નીના પગ ઉપર ટ્રોલીનું ટાયર ફરી વળતા ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની કિરણભાઈએ પોતાના પુત્રને જાણ કરતા તેમના પુત્ર સહિત પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યાં કિરણભાઈની પત્નીને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કિરણભાઈએ ટ્રેક્ટર ચાલક વિરોધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...