ગમખ્વાર અકસ્માત:કડીના ડરણ ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહેલા આધેડને ટ્રકે અડફેટે લીધા, અકસ્માતમાં આધેડનું મોત નીપજ્યું

કડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના ડરણ ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. કડી થી કલ્યાણપુરા જતા રોડ ઉપર અનેક અકસ્માતના બનાવો બની રહ્યા છે અને અનેક લોકોના અકસ્માતમાં મોત પણ મોત થયા છે.. ત્યારે કડી તાલુકાના ડરણ ચોકડી પાસે આધેડ રોડ ક્રોસ કરી રહ્યા હતા. જે દરમિયાન ખાવડ તરફથી આવી રહેલ એક આઇસર ચાલકે આજે ટક્કર મારતા આધેડનું મોત નીપજ્યું હતું.

દેત્રોજ તાલુકાના બોસકા ગામના વતની નટુજી ઠાકોર જેઓ ખેત મજૂરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. કડી તાલુકાના ડરણ ગામે કામ માટે આવ્યા હતા. જે દરમિયાન ચોકડી પાસે આવેલી ચામુંડા હોટલ પાસે રોડ ક્રોસ કરીને ગલ્લા પર જતા હતા. જે દરમિયાન ખાવડ બાજુથી આવી રહેલી એક આઇસર ચાલકે ફૂલ ઝડપે આધેડ ટક્કર મારતા આજે રોડ ઉપર પછડાયા હતા. જે દરમિયાન અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં આધેડ આઇસરના પાછલા ટાયરમાં આવી જતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ કડી તાલુકાના બાવલું પોલીસ સ્ટેશનમાં કરાતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને મૃતક આધડને કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આધેડના પુત્રએ આઇસર ચાલક વિરોધ ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...