આ યુવતીએ ભારે કરી:કડી શહેરમાં માનસિક અસ્થિર યુવતીએ રોડ ઉપર ધમાલ મચાવી; લોકોએ પોલીસના હવાલે કરી

કડી9 દિવસ પહેલા

કડી શહેરની અંદર આવેલ ઉમિયા માતાજીના મંદિર પાસે માનસિક રીતે અસ્થિર અજાણી યુવતી ધમાલ મચાવી હતી. આ યુવતીએ થોડીક વાર માટે તો પણ રસ્તો પણ બ્લૉક કરી નાખ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પોલીસ આવી પહોંચી હતી.

વિવિધ શબ્દોનું વારંવાર રટણ
કડી શહેરના ભાઉપુરા વિસ્તારમાં આવેલ ઉમિયા માતાજીના મંદિર પાસે એક સારા ઘરની અને એજ્યુકેશન ધરાવતી યુવતીએ થોડીક વાર માટે તો રસ્તા ઉપર ધમાલ મચાવી મૂકી હતી. યુવતી ગાયત્રી મંત્ર અને અહીંથી રસ્તો ખુલ્લો કરી દો, ઓમ નમ: શિવાય, બાઈકને હોર્ન મારશો નહીં, મહાદેવમાં આરતીનો ટાઈમ થઈ ગયો છે. જેવા શબ્દોનું વારંવાર રટણ પણ કરતી હતી અને રોડ વચ્ચે ઉભા રહીને વાહનચાલકોને ઊભા રાખતી હતી અને કહેતી કે વાહન તમારું સાઇડમાં મૂકી દો જેવી ધમાલ મચાવી મૂકી હતી.

પોલીસે પરિવારને જાણ કરી
યુવતીએ થોડીક વાર માટે તો રસ્તો પણ બ્લૉક કરી નાખ્યો હતો. આ યુવતીને જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં અને થોડીક વાર માટે તો અફડાતફડી મચી જવા પામી હતી. જોકે હજુ સુધી આ યુવતી ક્યાંની છે ક્યાંથી આવી છે તેવું માલૂમ પડ્યું નથી. જ્યારે સ્થાનિક લોકોએ પકડી પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને પોલીસે યુવતીને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી અને પી.આઇ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ યુવતી પ્રાથમિક તપાસમાં અસ્થિર મગજની હોય તેવું જાણવા મળ્યું છે અને તેના પરિવારને જાણ કરવામાં આવી છે અને પરિવાર આવશે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...