તંત્ર આવ્યું એક્શનમાં:કડી દેત્રોજ રોડ ઉપર અચાનક જ પડ્યો હતો ભૂવો, ત્રણ કલાકમાં મરામતની કામગીરી શરૂ કરાઈ

કડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અચાનક જ રોડ વચ્ચે ભૂવો પડતાં લોકોમાં અફડાતફડી

કડી દેત્રોજ રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપની સામે GUDC દ્વારા ગટર લાઈનનું કામ હજી થોડાક સમય અગાઉ જ પૂર્ણ કરવામાં આવ્યું હતું. જ્યાં તંત્ર દ્વારા ગટર લાઈનનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું હતું, ત્યાં આજે સવારના સમયે અચાનક જ રોડ વચ્ચે ભૂવો પડતાં થોડા સમય માટે તો અફડાતફડી મચી જવા પામી હતી. આથી કડીના લોકોમાં તંત્રની કામગીરીને લઈ ભારે નારાજગીરી જોવા મળી રહી હતી. ત્યારે તે અંગેના અહેવાલો પ્રસિદ્ધ થતાં તંત્ર દોડતું નજરે આવ્યું હતુ.

ગણતરીના કલાકોમાં ભૂવાને કામગીરી હાથ ધરાઈ
કડીના દેત્રોજ રોડ ઉપર આજે સવારે અચાનક જ રોડ વચ્ચે ભુવો પડતા નગરપાલિકાના અધિકારીઓને જાણ કરાઈ હતી. પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે આવીને ટ્રેક્ટરની ટ્રોલી અને આળસ ભુવા પાસે મુકવામાં આવી હતી. બાદમાં R એન્ડ B ના અધિકારીઓને જાણ કરાતા અધિકારીઓએ ઘટનાસ્થળે આવી પહોંચ્યાં હતાં. સવારે ભૂવો પડ્યો તેના અહેવાલ પ્રસિદ્ધ થતાં અને ગણતરીના કલાકોમાં જ અધિકારીઓ દ્વારા આ ભૂવાનું સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે ભૂવો પડવાની ઘટનામાં કોઈને જાનહાની પહોંચી નહોતી.

અન્ય સમાચારો પણ છે...