'અંગદાન મહા જાગૃતિ અભિયાન રેલી':કડી ભાગ્યોદય હોસ્પિટલ દ્વારા 7 જાન્યુઆરીના રોજ મહા રેલી યોજાશે; લોકોમાં અંગદાન વિશે જાગૃતા લાવવા આયોજન

કડીએક મહિનો પહેલા

કડી ભાગ્યોદય હોસ્પિટલ દ્વારા શનિવારના દિવસે અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન અનુસંધાને મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અંગદાન મહાદાન મહા જાગૃતિ અભ્યાને વેગ પકડ્યો છે. લોકો રક્તદાન, નેત્રદાન જેવા અનેક દાન કરે છે, પરંતુ અંગદાન વિશે હજુ લોકોમાં જનજાગૃતિ આવી નથી. ત્યારે કડી શહેરની અંદર ભાગ્યોદય હોસ્પિટલ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારના દિવસે મહા રેલીનું કરવામાં આવ્યું છે

એક વ્યક્તિના અંગોનું બીજી વ્યક્તિમાં પ્રત્યા રોપણ
કડીમાં શનિવારે એટલે કે 7 જાન્યુઆરીના દિવસે સવારે ભાગ્યોદય હોસ્પિટલથી મહા રેલી યોજાશે. જેમાં ડોક્ટરો, નર્સ, વિદ્યાર્થી તેમજ ભાગ્યોદય હોસ્પિટલનું સ્ટાફ તેમજ સામાજિક સંસ્થાઓ પણ જોડાશે. અંગદાન એજ મહાદાનના ઉદ્દેશ સાથે મહા રેલીનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના ડો.ક્રિમા પટેલે જણાવ્યું હતું કે, અંગદાન એ મહાદાન આપણે સૌએ સાંભળ્યું હતું કે, દેહદાન, ચક્ષુદાન, રક્તદાન તેમજ અન્ય દાન વિશે આપણે સૌ સાંભળતા આવ્યા છીએ. અંગદાન એટલે શું? એક વ્યક્તિના અંગોનું બીજી વ્યક્તિમાં પ્રત્યા રોપણ એટલે અંગદાન. તેમજ અંગદાન મહાદાનની મહા રેલીનું આયોજન કડી શહેરની અંદર કરેલું છે. તો દરેકને રેલીમાં જોડાવા માટે તેઓએ આમંત્રણ પાઠવ્યું હતું. તેમજ આ રેલી શનિવારના દિવસે સવારે ભાગ્યોદય હોસ્પિટલથી પ્રસ્થાન કરીને કમળ સર્કલ તેમજ ટાઉનહોલ ખાતે ફરીને સમાપન થશે. આ રેલીની અંદર અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ, કડી ભાગ્યોદય હોસ્પિટલના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલ પણ આ રેલીની અંદર જોડાશે

અંગદાન શું છે? તેના માટે જાગૃતિ કેમ જરૂરી?
અકસ્માત કે બ્રેઇન સ્ટ્રોકને કારણે અનેક લોકો બ્રેઇન ડેડ બની જતા હોય છે. બ્રેઇન ડેડ થયા બાદ આ વ્યકિતની જિંદગી 6થી 12 કલાકની હોય છે. આવી વ્યકિતના અંગો કીડની, લીવર, હાર્ટ, આંતરડા, ફેફસા, વગેરેના અંગોનું દાન કરી જરૂરિયાતમંદ લોકોમાં પ્રત્યાપર્ણ કરવામાં આવે તો અનેક લોકોની જિંદગી બચી શકે છે. લોકોમાં તેની જાગૃતિ નહીં હોવાથી હજારો લોકો અંગદાન કર્યા સિવાય જ મૃત્યુ પામે છે માટે અંગદાનની જાગૃતિ અનિવાર્ય છે.

અન્ય સમાચારો પણ છે...