ગુજરાત યુવા પરીવર્તન યાત્રા:કડીમાં​​​​​​​ યુથ કોંગ્રેસ તેમજ કોંગ્રેસ સંગઠન દ્વારા ભવ્ય બાઈક રેલી યોજાઈ; રેલીનું બહુચર માતાના મંદિરે સ્વાગત કરાયું

કડી2 મહિનો પહેલા

ગુજરાત રાજ્યમાં વિધાનસભા 2022ની ચૂંટણીના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા મતદારોને પોતાની તરફ આકર્ષવા તેમજ રિઝવવા માટે અનેક રેલીઓ-યાત્રાઓ તેમજ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસની યુથ પરિવર્તન યાત્રાનું કડીમાં આગમન થયું હતુ. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બહુચર માતાજીના મંદિર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

યાત્રાનું સ્વાગત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત યુવા પરિવર્તન યાત્રાનું આજે કડી ખાતે આગમન થયું હતુ. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાના નેતૃત્વમાં સોમનાથથી સુઇ ગામ સુધી યુવા પરિવર્તન યાત્રાનો પ્રારંભ થયો હતો. જે ઉપક્રમે કડીમાં પરિવર્તન યાત્રા આવી પહોંચી હતી. દેત્રોજ રોડ ઉપર આવેલા બહુચર માતાજીના મંદિર ખાતે યાત્રાનું સ્વાગત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને કડી યુથ કોંગ્રેસ તેમજ કોંગ્રેસ સંગઠન દ્વારા ભવ્ય બાઈક રેલી યોજવામાં આવી હતી.

કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં
ગુજરાત યુવા પરીવર્તન યાત્રા કડી ખાતે આવી પહોંચતા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિહ ચુડાસમા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડૉ.ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, કડી તાલુકા યુથ કૉંગ્રેસ પ્રમુખ પિયુષ રાયકા, કડી તાલુકા પ્રમુખ મહેશ ઠાકોર, ગુજરાત પ્રદેશ યુથ મંત્રી વાલુ દેસાઈ, મહેસાણા જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ લાલજી ઠાકોર, કોંગ્રેસના આગેવાન પ્રહલાદ પટેલ, ઘરમશી રબારી, પ્રવિણ પરમાર, બળવત પટેલ, ચેતન પટેલ, અશોકસિહ જાડેજા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...