તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કડીના થોળ રોડ પર પાર્કિંગમાં ઉભેલી એરંડા ભરેલી ટ્રકમાં અચાનક આગ ભભૂકી, અગમ્ય કારણોસર લાગી આગ

કડી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાર્કિંગમાં ઉભેલી ટ્રકમાં અચાનક આગ લાગી, ટ્રક સહિત તેમાં રહેલા એરંડાના માલ સામાનને પણ ભારે નુકશાન પહોંચ્યું - Divya Bhaskar
પાર્કિંગમાં ઉભેલી ટ્રકમાં અચાનક આગ લાગી, ટ્રક સહિત તેમાં રહેલા એરંડાના માલ સામાનને પણ ભારે નુકશાન પહોંચ્યું
 • કડીમાં N.K. પ્રા. લી. કંપનીના સામેના પાર્કિંગમાં ઉભેલી ટ્રકમાં અચાનક આગ લાગી જતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
 • આગના કારણે ટ્રક સહિત તેમાં રહેલા એરંડાના માલ સામાનને પણ ભારે નુકશાન પહોંચ્યું
 • N.Kકંપનીએ અને નગરપાલિકાના અગ્નિશામક સાધનો વડે આ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો

મહેસાણા જિલ્લાના કડી ખાતે અનેક ઓઇલ અને કોટનની મિલો આવેલી છે. ત્યારે કડી થોળ રોડ ઉપર N.K.પ્રા.લિ.નામની કંપનીના સામે રાજસ્થાનથી એરંડા ભરીને આવેલી એક ટ્રક પાર્કિંગમાં ઉભી હતી. તે સમયે એમાં અચાનક આકસ્મિક રીતે ધુમાડાઓ નિકળવા લાગ્યા હતા. ધુમાડાઓ વધારે પ્રમાણમાં નિકળતા હોવાના કારણે આસપાસના લોકોને ટ્રકમાં આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય પ્રસરી જવા પામ્યો હતો.

આગ પર કાબૂ મેળવવામાં આવ્યો
આગ વધારે ન ફેલાય તે અર્થે લોકોએ તરત જ N.K.નામની કંપની અને કડી નગરપાલિકામાં રહેલા આગ બૂઝાવવાના સાધનો વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી તેમણે ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવી લીધા હતા અને ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે આવીને તરત જ ટ્રક ઉપર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આગ પર કાબૂ મેળવવામાં આવ્યો
આગ પર કાબૂ મેળવવામાં આવ્યો

આગને પગલે ટ્રક અને એરંડાના માલ- સામાનને નુકશાન
N.K.સ્થાનિક કંપની અને ફાયર વિભાગે મળીને ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. આ આગ એટલી પ્રચંડ હતી કે, તેનાથી ટ્રકનો આગળનો ભાગ સહિત અંદર રહેલા તમામ એરંડાનો સામાન બળી જવા પામ્યો હતો અને જેનાથી ભારે નુકશાન સર્જાયું હતું. જો કે હજૂ સુધી કયા કારણોસર આગ લાગી છે, તે જાણી શકાયું નથી. તેથી આ દુર્ધટના કેવી રીતે સર્જાઇ તેની તપાસ કરવી જરૂરી બની જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો