કડી શહેરની પાણીની ટાંકી પાસે એક નાસ્તાની દુકાનમાં અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી. જ્યાં આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે. નાસ્તાની દુકાન છોટા હાથીના સાધનમાં બનાવેલ છે. જ્યાં શુક્રવારના સાંજના સમયે અચાનક જ નાસ્તાની દુકાનમાં આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ નગરપાલિકા ફાયર સ્ટેશનને કોલ કરીને જાણ કરી હતી. ઘટનાસ્થળે ફાયર ફાઈટરો આવી પહોંચ્યા હતા અને મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી.
કડી શહેરના થોળ રોડ ઉપર આવેલા પાણીની ટાંકીના બિલકુલ સામે કમળ સર્કલની પાસે છેલ્લા ઘણા સમયથી એક નાસ્તાની દુકાન છોટા હાથીના સાધનમાં ચાલી રહી છે. જ્યાં અચાનક જ શુક્રવારે સાંજના સમયે નાસ્તાની દુકાનની અંદર આગ ભભૂકી ઊઠી હતી. છોટા હાથીના વાહનની અંદર નાસ્તાની દુકાન બનાવવામાં આવેલી છે એની અંદર ફાયર સેફટીના સાધન છે કે નહીં તે પણ જોવાનું રહ્યું અને તે પણ તપાસમાં બહાર આવશે. જ્યાં આગ લાગવાની ઘટનાથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને કાળા ડિબાગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળી રહ્યા હતા. દુકાનની અંદર એક કર્મી કામ કરી રહ્યો હતો સદનસીબે તેને પણ કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ લાખો રૂપિયાનો સામાન મળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ નગરપાલિકાના ફાયર સ્ટેશનને કરવામાં આવતા તાત્કાલિક ઘટનાસ્થળે ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા અને મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.