તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા જીલ્લાના કડી-દેત્રોજ રોડ પર રાત્રે અકસ્માતની ઘટનામાં પિતા-પુત્રીનું મોત થયા હતા. જેમાં બલાસર ગામના સેંધાજી બબાજી ઠાકોર પોતાની દીકરી હિરલ સાથે ગઇકાલે રાત્રે કડી-દેત્રોજ રોડ પર આવેલ એસ.આર.પેટ્રોલપંપ નજીકથી પસાર થઇ રહ્યા હતા એ દરમિયાન પાછળથી પુરઝડપે આવતી ઇકો ગાડી એ તેમને જોરદાર ટક્કર મારતાં બંને નીચે પટકાયા હતા. નીચે પટકાવાથી ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળેજ મૃત્યુ નિપજ્યા હતા.
અકસ્માતમાં પિતા-પુત્રીના મોત થતાં ગ્રામજનો તેમજ પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા છે. ઘટના બાદ ઇકો ચાલક કાર ઘટના સ્થળ પર મુકી ફરાર થઇ ગયો હતો. જેને લઇ મૃતકના ભાઇએ અજાણ્યાં ફરાર કારચાલક સામે કડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.