છેતરપીંડી આચરનાર પોલીસ સકંજામાં:કડીમાં નેરોલેક કંપનીના નકલી કલર વેચતા વેપારીને ત્યાં દરોડા; પોલીસ અને નેરોલેક કંપનીના અધિકારીઓએ 38 બેકેટ જપ્ત કર્યા

કડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી શહેરના ગાંધીચોક વિસ્તારમાં આવેલા વર્ષો જૂની પેઢીમાં નકલી કલર વેચવાનો કાંડ ખુલી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. કડી શહેરમાં આવેલ મેં. પ્રહલાદ છના પટેલ નામની પેઢીમાં નેરોલેક કંપનીના અધિકારીઓ તેમજ પોલીસ દ્વારા રેડ કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવા પામી હતી

કડી શહેરના ગાંધીચોક વિસ્તારમાં મેં.પ્રહલાદ છના પટેલ નામની હાર્ડવેરની દુકાન આવેલી છે. જેમાં નકલી કલર વેચાવવાની માહિતી નેરોલેક કંપનીના અધિકારીઓને મળી હતી. જેના આધારે કંપનીના લીગલ સેલ આર. કે એસોસિએટ હેડ રચના કપૂર અને અમિત છેલ્લા ત્રણ દિવસથી કડીમાં સર્ચ કરી રહ્યા હતા અને કડી ગાંધીચોક વિસ્તારમાં આવેલ મેં. પ્રહલાદ છનાલાલ પટેલ હાર્ડવેરની દુકાનમાં ડમી ગ્રાહક બનીને કંપનીના અધિકારીઓ દ્વારા નેરોલેક કંપનીનો કલર લેવાનો છે તેમ કહીને કલરનો ઓર્ડર આપ્યો હતો.

કડી ગાંધીચોક વિસ્તારમાં આવેલ હાર્ડવેરની દુકાનમાં કંપનીના અધિકારીઓ દ્વારા ડમી ગ્રાહક બનીને એક લાખથી પણ વધુનો કલર લેવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. કંપનીના અધિકારીઓ કલર લેવા હાર્ડવેરની દુકાનમાં પહોંચ્યા તો, હાર્ડવેરના માલિકે નેરોલેક કંપનીનો નકલી કલર પધરાવી દીધો હતો. જ્યાં નેરોલેક કંપનીના અધિકારીઓના હાથે રંગે હાથ ઝડપાઈ ચુક્યા હતા અને કંપનીના અધિકારીઓ દ્વારા કડી પોલીસને જાણ કરવામાં આવી હતી.

કડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને નેરોલેક કંપનીના નામે નકલી કલર વેચવાનું કૌભાંડ ખુલી ગયું હતું અને નેરોલેક કંપનીના નકલી 20 લીટરના 38 બેકેટ જેની કિંમત રૂપિયા 1,64,357નો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યાં કડી પોલીસ દ્વારા મેં. પ્રહલાદ છનાલાલ પટેલ નામની હાર્ડવેરની દુકાનના માલિક સહિત કુલ 4 ઈસમો વિરુદ્ધ કડી પોલીસે ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી કરી હતી

અન્ય સમાચારો પણ છે...