• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • A Crane That Was Placing Goods In A Truck In Kadi Suddenly Tripped Over A Cable And An Electronic Pole Fell On A Pedestrian, Killing Him On The Spot.

ક્રેન ચાલકની બેદરકારીએ આધેડનું જીવ ગયો:કડીમાં સરસામાનને ટ્રકમાં મૂકી રહેલો ક્રેન અચાનક જ કેબલને અડી જતા ઇલેક્ટ્રોનિક થાંભલો રાહદારી ઉપર પડતાં ઘટના સ્થળે મોત

કડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડીના નંદાસણ રોડ ઉપર આવેલા કિનારા ટોકીઝની સામે લોખંડના સામાનનું કામકાજ ક્રેન કરી રહી હતી અને અચાનક જ ક્રેન કેબલને અડી જતા કેબલ સહિત ઇલેક્ટ્રોનિક થાંભલો રોડ ઉપર જતા રાહદારી ઉપર પડ્યો હતો. જ્યાં રાહદારીનું ઘટના સ્થળે મોતની હતુ. ઘટનાની જાણ કડી પોલીસને તથા કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી

કડી તાલુકાના કુંડાળના ભીલવાસમાં રહેતા રહેતા ગોવિંદભાઈ ઉંમર વર્ષ 60 કે જેઓ ડ્રાઇવરની નોકરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓ કુંડાળ પાસે પોતાની ગાડી મૂકીને ચાલતા હાઇવે ચાર રસ્તા બાજુ આવી રહ્યા હતા. જે દરમિયાન કિનારા ટોકીઝ પાસે આવેલા શાયોના એન્ટરપ્રાઇઝ પાસે પહોંચતા અચાનક જ ઇલેક્ટ્રોનિક થાંભલો તેઓના ઉપર પડ્યો હતો. તેઓને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી અને સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.

કડીના કુંડાળ ગામના ભીલવાસમાં રહેતા ગોવિંદભાઈ કે જેઓ ચાલતા ચાલતા કડી ચોકડી તરફ આવી રહ્યા હતા. જે દરમિયાન નંદાસણ રોડ ઉપર આવેલી કિનારા ટોકીઝની સામે શાયોના એન્ટરપ્રાઇઝની અંદર લોખંડનું કામકાજ ચાલી રહ્યું હતું અને સરસામાન ક્રેન દ્વારા ટ્રકમાં મૂકવાનું કામ ચાલી રહ્યું હતું. જે દરમિયાન બાજુમાં રહેલ UGVCL ના થાંભલામાં લગાવેલ કેબલને ક્રેન અચાનક જ અડી ગઈ હતી અને થાંભલા સહિત કેબલ નીચે પડ્યો હતો. ત્યારે ચાલતા જતા રાહદારી ગોવિંદભાઈ ઉપર થાંભલો પડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બનતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ગોવિંદભાઈને પીએમ અર્થે કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ UGVCL ના કર્મચારીઓને પણ કરાવી હતી. જ્યાં ઘટના સ્થળે કર્મચારીઓ પણ આવી પહોંચ્યા હતા અને તેઓએ પણ આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...