દુર્ઘટના:નંદાસણ નજીક રસ્તો ઓળંગતા દંપતીનું વાહનની અડફેટે મોત

નંદાસણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નંદાસણ પોલીસમાં ગાડીના ચાલક સામે ગુનો

મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલ કડી તાલુકાના નંદાસણ નજીક એક હોટલ પાસે શુક્રવારની રાત્રે પતિ-પત્ની હાઇવે રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન મહેસાણા બાજુથી પૂરઝડપે આવતી ગાડીએ બંનેને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ થતાં પતિ-પત્નીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

શુક્રવારે રાત્રે વિસનગરના કડા ગામના વતની અને હાલમાં નંદાસણ રહેતા વિષ્ણુભાઈ વસરામભાઈ સલાટ અને કાલીબેન વિષ્ણુભાઈ સલાટ રોડ ક્રોસ કરતા હતા. મહેસાણા બાજુથી પુર ઝડપે આવતી ગાડી (નંબર GJ-01-KR-8186) ના ચાલકે દંપતિને ટક્કર મારતા બંનેને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે વિષ્ણુભાઈ સલાટ અને કાલીબેન સલાટનું મોત થયું હતું. એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બંનેની લાશને પી.એમ.માટે નંદાસણ સરકારી હોસ્પિટલ ખસેડી હતી. તેમના પુત્ર અલ્પેશભાઈ સલાટે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગાડી નંબર GJ- 01- KR- 8186 ગાડી ચાલક સામે ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...