મસ્તી ભારે પડી:કડીની ટેકવે ઈન્ટરનેશનલ કંપનીમાં સહકર્મચારીએ મસ્તીમાં યુવાનના ગુદાના ભાગે એરકમ્પ્રેસરની પાઇપ લગાવી; માંડ-માંડ જીવ બચ્યો

કડી11 દિવસ પહેલા
  • 15 દિવસ પૂર્વે છત્રાલ હાઇવે ઉપર આવેલ એકમમાં એરકોમ્પ્રેસરની પાઇપ સગીરના ગુદાના ભાગે લગાવતા સગીરનું થયું હતું મૃત્યુ

કડી પંથકમાં પંદર દિવસના સમયગાળામાં ફરીવાર વિચિત્ર ઘટના સામે આવી છે. છત્રાલ હાઇવે ઉપર આવેલ કંપનીમાં મસ્તીમાં સહકર્મીએ સ્ફુરણા ગુદાના ભાગે એરકોમ્પ્રેસરની એરની પાઇપ લગાવી દેતાં મોત નીપજ્યું હતું જે ઘટનાને લોકો હજી પણ ભૂલ્યા નથી ત્યાં સેડફાં ચોકડી ઉપર આવેલ અન્ય ખાનગી કંપનીમાં ફરીથી આવી જ ઘટના સામે આવી છે. કડીના સેડફા ચોકડી પાસે આવેલ ટેકવે ઈન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કપડાં ઉપર પ્લાસ્ટિકના વેસ્ટને સાફ કરવા માટે વપરાતા એરકોમ્પ્રેસરની એરની પાઇપ સહકર્મીએ યુવકના ગુદાના ભાગે લગાવી દેતાં યુવક ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. યુવકના પિતાએ કડી તાલુકાના બાવલું પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સારવાર અર્થે ખસેડાયો
બાવલું પોલીસ સ્ટેશનમાં ઈજાગ્રસ્ત યુવકના પિતાએ નોંધાવેલ ફરીયાદ અનુસાર કડી તાલુકાના શેડફા ચોકડી પાસે આવેલ ટેકવે ઈન્ટરનેશનલ કંપનીમાં કામ કરતા કર્મચારીએ યુવકના ગુદાના ભાગે એર કમ્પ્રેસરની પાઇપ લગાવી દેતાં સગીર ઘાયલ થતા તેઓને અમદાવાદની સાલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા આવ્યો હતો

પરિવાર હોસ્પિટલ પહોંચ્યો
​​​​​​
​પરપ્રાંતીય યુવકના પિતા રઘુરાજ રામકેવલ ગૌતમ મૂળ અમેઠી ઉત્તરપ્રદેશ હાલ રહે ડ્રાઈવરનો ધંધો કરે છે તેમનો દિકરો છેલ્લા 3 મહિનાથી શેડફા ચોકડી પાસે આવેલ ટેકવે ઇન્ટરનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો જેઓ આઇસર લઇને મુંબઇ ગયા હતા ત્યારે તેમના જીજાજી દુર્ગાપ્રસાદનો ફોન આવ્યો હતો કે તમારા દીકરાને ગુદાના ભાગે કંપનીમાં સાથી કર્મચારીએ એરકમ્પ્રેસરની પાઇપ લગાવી દેતા તે ઘાયલ થતાં તેને સોલા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે અને હાલ સારવાર ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...