હાલાકી:કડી સબ સ્ટેશનમાં મેન્ટેનન્સ માટે આજે 9 કલાક વીજકાપ

કડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેવાની જાહેરાત રિક્ષા ફેરવી કરાઈ

વીજ કંપની દ્વારા કડી સબ સ્ટેશનનુ મેન્ટેનન્સનું કામ હાથ ધરતાં આજે 9 કલાક વીજ પુરવઠો બંધ રહેશે. કડીમા રવિવારે વીજ કંપની દ્વારા સબ સ્ટેશનનુ સમારકામ હાથ ધરાનારા હોઈ સવારે 8થી સાંજના 4 કલાક સુધી 9 કલાક વીજ પુરવઠો બંધ રાખવા ઓટો રીક્ષા ફેરવીને જાહેરાત કરાઈ હતી.

ઉ.ગુ. વીજ કંપનીની વિભાગીય કચેરી કડીની સિટી ઓફિસના ઈજનેર ઠાકોરના આદેશને પગલે શનિવારે શહેરમા ઓટો રીક્ષા ફેરવીને રવિવારે સવારથી સતત 09 કલાક સુધી કડી સબ સ્ટેશનના મેન્ટેનન્સના અભાવે વીજ પુવરઠો બંધ રહેવાની જાહેરાત કરાતા નગરજનોની પરેશાનીમાં વધારો થયો છે. હાલમાં વરસાદી માહોલ અને ઉકળાટ વચ્ચે લોકો પરેશાન છે ત્યારે દિવસના નવ કલાક વિજ પુરવઠો બંધ રહેતાં હાલાકીનો સામનો કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...