કડી તાલુકાના નંદાસણ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન માહિતી મળી હતી કે, મહેસાણાથી અમદાવાદ એક ગાડી જવાની છે જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. પોલીસે કોર્નર કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક ઈસમની ધરપકડ કરી હતી અને રૂ. 2,80,905નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તેમજ એસ્સાર પેટ્રોલ પંપ પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહેસાણાથી એક સ્વીફ્ટ ગાડી નીકળી છે જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે અને અમદાવાદ તરફ જઈ રહેલી છે. નંદાસણ પોલીસ બાતમીની ખરાઈ કરીને કોર્નર કરીને વોચ ગોઠવીને ઉભી હતી. જે દરમિયાન ઉપરોક્ત માહિતી પ્રમાણે ગાડી આવી. જેને પોલીસે રોકીને તલાશી કરતાં અંદરથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની બોટલો તેમજ એક ઈસમની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
નંદાસણ પોલીસે પેટ્રોલ પંપ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ગાડી જપ્ત કરી હતી. તેમજ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાના મોટી 41 બોટલો જપ્ત કરી હતી. તેમજ ગાડીના ડ્રાઇવરની સીટ ઉપર બેઠેલા વિક્રમની ધરપકડ કરાઈ હતી. તેમજ જેની પૂછતાછ દરમિયાન બહાર આવ્યું હતું કે, વિક્રમ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવ્યો હતો અને અમદાવાદના ઓઢવ ખાતે લઈ જઈને છૂટક વેપાર કરવાનો હતો જેવું આરોપીએ કબૂલ્યું હતું. પોલીસે ગાડીમાંથી સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ કુલ કિંમત રૂપિયા 2 લાખ 80 હજાર નવસો પાંચનો મુદ્દામાલ કબ્જે કરીને ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.