પોલીસ સ્ટેશનમાં એક પછી એક ગાડીઓ સળગી:કડીમાં ગુનામાં વપરાયેલી કાર સહિત 6 વાહનમાં લાગી આગ, અચાનક જ આગ ભભૂકતાં અફરાતફરી મચી

કડીએક મહિનો પહેલા

કડી પોલીસ સ્ટેશનમાં ગુનામાં વપરાયેલાં સાધનોમાં અચાનક જ આગ ભભૂકતાં અફરાતફરી મચી ગઈ હતી. કડી પોલીસ સ્ટેશનમાં આવેલા પોલીસ ક્વાર્ટર પાસે ગુનામાં વપરાયેલા વાહનોમાં અચાનક જ આગ ભભૂકતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. સ્વિફ્ટ, રિક્ષા, એસન્ટ સહિત કુલ 6 સાધનમાં અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

આગ લાગવાથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા.
આગ લાગવાથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા.

આગની જવળાઓમાં વાહનો હોમાયાં
કડી પોલીસ સ્ટાફના રહેણાક ક્વાર્ટર વિસ્તારમાં મૂકેલાં મર્ડર, પ્રોહિબિશન જેવા ગુનામાં વપરાયેલાં સાધનોમાં અચાનક જ આગ ભભૂકતાં પોલીસ સ્ટેશનનો પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો તેમજ કડી નગરપાલિકામાં ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. કડી પાલિકાની 2 ફાયરફાઈટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવીને મહાજહેમતે આગને કાબૂમાં લીધી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ કાબૂમાં આવતાં પોલીસકર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આ આગની ઘટનામાં વાહનો બળીને ખાખ થઈ ગયાં હતાં.

અચાનક જ વાહનોમાં આગ ભભૂકી ઊઠી.
અચાનક જ વાહનોમાં આગ ભભૂકી ઊઠી.
6 વાહન બળીને ખાખ.
6 વાહન બળીને ખાખ.
આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી.
આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી.
આગ લાગવાનું કારણ અકબંધ.
આગ લાગવાનું કારણ અકબંધ.
ફાયર ફાઇટરોની 2 ટીમ ઘટનાસ્થળે.
ફાયર ફાઇટરોની 2 ટીમ ઘટનાસ્થળે.
અન્ય સમાચારો પણ છે...