દરોડો:કડીના રાજપુરથી 2,040ના મુદામાલ સાથે 6 જુગારી ઝબ્બે

નંદાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નંદાસણ પોલીસે બાતમીના આધારે રેડ કરી

નંદાસણ પોલીસે કડીના રાજપુર ગામે રેડ કરી જુગાર રમતાં 6 શખ્સોને રૂ. 2,040ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. 6 જુગારીઓ વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકમાં જુગારધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.

નંદાસણ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી, કે કડી તાલુકાના રાજપુર ગામે રામદેવપીર મંદિર સામે સ્મશાનમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાઇ રહ્યો છે. જેને આધારે પોલીસે રેડ કરતાં જુગાર રમતાં ચેતનકુમાર તલાજી ઠાકોર (રહે.રાજપુર), સંજયભાઈ જયંતીભાઈ બજાણીયા ( રહે.જાસ્કા ), રાહુલ કુમાર ભરતભાઈ રાવળ (રહે ચાણસ્મા), રોહિતભાઈ સુરેશભાઈ દંતાણી (રહે.રાજપુર), નાસીરમિયા જીવામિયા મોગલ (રહે.રાજપુર), અશોકજી રમણજી ઠાકોર (રહે.રાજપુર)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે 6 જુગારીઓ વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં જુગારધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...