કાર્યવાહી:કડીના ઈન્દ્રાડમાં રૂં.11.95 લાખની કોપર ચોરીમાં 6 શખ્સો ઝડપાયા, 2 રફૂચક્કર

નંદાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા એલસીબીએ 20 દિવસ પૂર્વે થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો, 5.5 લાખની મત્તા જપ્ત

કડી તાલુકાના ઈન્દ્રાડ ગામની સીમમાં કમલા અમૃત ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલા ગોડાઉનમાંથી કોપર વાયરના બંડલો, કોપર રિવેટ અને કોપર પિન વગેરે કોપર મટિરિયલ મળી રૂપિયા 11.95 લાખના મુદ્દામાલની ચોરી 29 એપ્રિલના રાત્રે થઈ હતી. જે મામલે મહેસાણા એલસીબી ટીમે 6 શખ્સોને રૂપિયા 5,04,040ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે 2 ફરાર થઈ ગયા હતા.

બનાવની વિગત અનુસાર મહેસાણા એલસીબી ટીમ નંદાસણ છત્રાલ રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી બાતમી મળી હતી કે રજાક સિકંદર મિયા ચૌહાણ રહે રાજપુર વાળો તેના સાગરીતો સાથે રાજપુર ગામની સીમમાં કબ્રસ્તાનની સામે આવેલ ખુલ્લી જગ્યામાં ઊભો છે. અને બાજુમાં છોટાહાથી ગાડી નંબર GJ 23 W 5375 પડેલ છે. જેમાં તાંબાના વાયરના બંડલો ભરેલા છે.

જે માહિતીના આધારે પોલીસે રેડ કરી 6 શખ્સોને રૂપિયા 2,73,540 તાંબાના કોપર વાયરોના બંડલો, રૂપિયા 1,50,000નું છોટા હાથી વાહન, રૂપિયા 24,000ના પાંચ મોબાઈલ, રૂપિયા 56,500ની રોકડ મળી કુલ રૂપિયા 5,04,040ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે 2 શખ્સો ફરાર થઈ ગયા હતા.

આ શખ્સો ઝડપાયા

  • રજાકમિયા સિકંદરમિયા ચૌહાણ
  • મોઈનમિયા સરુમિયા કુરેશી
  • મહંમદ તારીફ નિસારભાઈ શેખ.
  • આરીફભાઈ ઉર્ફે કાલુ નૂરમહમ્મદ કાજી
  • અજરુદ્દીન ઉર્ફે હજરુ રફીકમિયા કુરેશી (ઉપર તમામ રહે. રાજપુર)
  • કૈલાશ મોહનભાઈ કુમાવત (રહે. પાનસર)

આ બે શખ્સો ફરાર

  • અકબરભાઈ કુરેશી (રહે. રાજપુર)
  • ગિરિરાજ હરખચંદ શાહ ( રહે.ઉમાનગર)
અન્ય સમાચારો પણ છે...