જુગારીઓ પોલીસના લપેટામાં:કડીમાં જુગાર રમતા 5 ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપ્યા; તમામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના ઊંટવા ગામે જુગાર રમી રમાડી રહેલા પાંચ ઇસમોને કડી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. સ્થળ ઉપરથી રૂપિયા 31 હજારનો મુદ્દામાલ કબજે કરીને પાંચે ઈસમો વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયા નોંધીને કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હતી.

મંદિર પાસે જુગાર રમી રમાડી રહ્યાની બાતમી મળી
કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી તેમજ સરકારી વાહનમાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જુગાર તેમજ પ્રોહિબિશનને લગતી કામગીરી કરી રહ્યો હતો. જ્યાં ઉટવા ચોકડી પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઊંટવા ગામે મંદિરની પાસે કેટલાક ઈસમો જુગાર રમી રમાડી રહ્યાં છે. પોલીસે બાતમીની હકીકત ખરાઈ કરીને સ્થળ વાળી જગ્યા ઉપર રેડ કરતા જુગારીઓમાં નાશ ભાગ મચી જવા પામી હતી. પોલીસે ઊંટવા ગામના ઠાકોર વાસ પાસે આવેલા જોગણી માતાજીના મંદિર પાસે રસ્તામાં ખુલ્લામાં જુગાર રમી રમાડી રહેલા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. સ્થળ ઉપરથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 31,600નો મુદ્દા માલ કબજે કરીને પાંચે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમાં કનુજી ઠાકોર, ધર્મેન્દ્ર ઠાકોર, રમેશજી ઠાકોર, અશોકજી ઠાકોર અને કાળાજી ઠાકોર રહે તમામ ઊંટવા કડીનાઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...