કડી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા ત્રિશૂળ દીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કડી થોળ રોડ ઉપર આવેલા કમળ સર્કલ નગરપાલિકાના મેદાનમાં ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ રવિવારના દિવસે યોજવામાં આવ્યો હતો. જેમાં 400 થી પણ વધારે બજરંગ દળના કાર્યકર્તાઓએ ત્રિશુલની દીક્ષા લીધી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના પદાધિકારીઓ તેમજ સાધુ-સંતો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કડીના રોડ ઉપર આવેલ નગરપાલિકાના મેદાન ખાતે આજે બજરંગ દળનો ત્રિશૂળ દીક્ષા કાર્યક્રમ યોજાઈ ગયો હતો. જેમાં 400 કાર્યકર્તા હોય ત્રિશુલ દીક્ષા લીધી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી રાજેશ પટેલે જણાવ્યું હતું કે, એમનેમ આ ત્રિશૂળ લેવાની જરૂર નથી એટલા માટે આ ત્રિશુલ દીક્ષાનો જે સંકલ્પ મન વચનથી જોડાયેલો છે. ભગવાન રામનું કામ, આ ધર્મનું કામ, પૂજ્ય સંતોનું કામ, બહેન દીકરીનું કામ, મંદિરનું ગામ સંસ્થાનું કામ, સમાજનું કામ, ગરીબ વર્ગનું કામ, કોઈપણ કામ કરવા માટે મારી ના નહીં હોય. વધુમાં રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આપણે જાતિવાદને દૂર કરશો તો ધર્મ પ્રસારના માધ્યમથી અનેક લોકો ઘર વાપસી કરીને પાછા આવવા માટે તૈયાર છે. જે વ્યક્તિ પાછો આવે તેને સન્માન આપવાની જરૂર છે.
કડી કમળ સર્કલ ખાતે યોજાયેલા ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં કડી પરિષદના કાર્યકર્તા રુદ્ર જોશીએ પરિચય કરાવ્યો હતો. તેમજ મહેસાણા જિલ્લાના કાર્યકાળની અધ્યક્ષ દિનેશ પટેલે પ્રસંગિક પ્રવચન કર્યું હતું. ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં લક્ષ્મીનારાયણ મંદિરના મહંત અશોક મહારાજ, વિવેકાનંદજી મહારાજ ઉત્તર ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી રાજેશ પટેલ, સુનિલ રાજપૂત, મહેસાણા સગઠન મંત્રી ધનનજય શુકલ, પંકજ દવે, મુખ્ય અતિથિ જગદીશ પટેલ, નવીન શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમની સફળ બનાવવા માટે પ્રખંડ પ્રમુખ ભુપેન્દ્ર પટેલ, પ્રમુખ રુદ્ર જોશી, નીરવ નાયક,સંદીપ બારોટ તથા પ્રયત્ન કર્યો હતો. તેમજ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.