ઍક્ટિવા પાર્ક કરવા બાબતે મારામારી:કડી સહારા ગેસ્ટ હાઉસ પાસે 4 ઈસમોએ અચાનક કર્યો હુમલો, ઈજા પહોંચતા ઘાયલને હોસ્પિટલ ખસેડાયો

કડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાની લારીએ ચા પીવા આવેલા ઇસમો ઉપર હુમલો

કડી શહેરના સહારા ગેસ્ટ હાઉસ પાસે ચાની લારીએ ચા પીવા આવેલા ઈસમે ચાની લારીએ એક્ટિવા પાર્ક કર્યું હતું. તે સમયે 4 ઇસમોએ હુમલો કર્યો હતો. ઈસમને હોસ્પીટલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. બાદમાં પોલીસે ઈસમો સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

કડીમાં આવેલી સહારા ગેસ્ટ હાઉસ પાસે ચાની લારીએ એક્ટિવા પાર્ક કરવાની બાબતે બાબતે થઇ હતી. બોલાચાલી કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ ઈમામ રહેતા ઇમરાન મિયા સૈયદ કડી શહેરના સહારા ગેસ્ટ હાઉસ પાસે આવેલ ઈન્ડિયન ફ્રીસ સેન્ટર આગળ ચાની લારીએ એક્ટિવા પાર્ક કર્યું હતું અને ચા પીવા માટે જતાં હતાં. જે દરમ્યાન ઇન્ડિયન ફ્રીસ સેન્ટર પાસે બેઠેલા યાકુબભાઈ વેપારીએ ઇમરાન મિયા સૈયદને કહેલું કે અહીંયા એક્ટિવા પાર્ક કરવાનું નહીં. અહીં રસ્તો છે અને જે રસ્તો તારો નથી તેવું કહીને ઇમરાન મીયા સૈયાદને જેમ-તેમ ગાળો બોલવા લાગેલા હતા કહ્યું કે તમે ગાળો ના બોલશો મારો શું વાંક છે તેવું કહેતા યાકુબભાઈ વેપારીએ ઉશ્કેરાઈ જઈને ઇમરાન મીયા ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો અને ધોકાથી આડેધડ માર મારવા લાગ્યા હતા. બાજુમાં ઉભેલા બિલાલ ઈસ્માઈલભાઈ વેપારી, અબ્દુલ રહેમાન ફરીદભાઈ વેપારી, યાસીન ફરીદભાઈ વેપારી સહિતના લોકોએ પણ માર મારવા લાગ્યાં હતા. બાદમાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને ઝઘડતા લોકોને છૂટા પાડવામાં આવ્યાં હતાં. ઈજાગ્રસ્ત ઇમરાન મિયાને કડી શહેરની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓએ કડી પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ચાર ઇસમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા કડી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...