અકસ્માત નડ્યો:કડીના ગણેશપુરા ગામ પાસે ગાડી પલટતાં 4 જણને ઈજા, અમદાવાદ-મહેસાણા હાઈવે પરનો બનાવ

નંદાસણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાડી પલટતાં અકસ્માતમાં કારને નુકસાન થવા પામ્યું હતું - Divya Bhaskar
ગાડી પલટતાં અકસ્માતમાં કારને નુકસાન થવા પામ્યું હતું
  • રાજસ્થાનથી નડિયાદ જતાં પરિવારને અકસ્માત નડ્યો

કડી તાલુકાના ગણેશપુરા પુલ નજીક રાજસ્થાનથી નડિયાદ તરફ જતી ગાડીનું ટાયર અચાનક પંચર થતાં પલટી ખાઈ ગઇ હતી. આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા 4 વ્યક્તિઓને ઇજા થઇ હતી.

અમદાવાદ- મહેસાણા હાઈવે પર આવેલા ગણેશપુરા ગામે પુલ નજીક રવિવારે સવારે રાજસ્થાનથી નડિયાદ તરફ જતી ગાડીનું ટાયર પંચર થતાં ગાડી ગુલાંટ મારી ગઇ હતી. જેમાં ગાડીમાં બેઠેલાં અમથીદેવી, શંકરભાઈ, પ્રિતમદાસ અને વિનોદભાઇ નામના 4 વ્યક્તિઓને ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે નંદાસણ 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...