ઠગાઈ:કડીના ટાંકિયામાં વૃદ્ધાના ઘરેણાં ધોવાના બહાને ઠગાઈ કરનારા 3 બિહારી ઝબ્બે

નંદાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોનાની બંગડી ધોતાં 18 ગ્રામ 800 મીલી ઘટ આવી
  • ​​​​​​​નંદાસણ પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ત્રણેયને દબોચ્યા

કડીના ટાંકીયા ગામે ધોળા દિવસે વાસણો અને સોના-ચાંદીના દાગીના ધોવાનું કહીં સોનાની બંગડીઓ કોઈ પ્રવાહીમાં નાખી છેતરપિંડી કરનાર ત્રણ શખ્સોને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા છે. ટાંકીયા ગામે રહેતાં વિષ્ણુબાએ અજાણ્યા શખ્સોને ચાર દિવસ અગાઉ પોતાની સોનાની બંગડીઓ ધોવા આપતાં કાળા કલરના ડબ્બામાં કોઈ પ્રવાહીમાં નાખતા બંગડીઓનું વજન ઓછું થઈ ગયું હતું.

29 ગ્રામ 960 મિ.લીની બંગડીનું વજન 11 ગ્રામ 160 મીલી થતાં 18 ગ્રામ 800 મીલી સોનું (કિં. રૂ. 67,000)ની કોઈ પ્રવાહીમાં નાખી લઈ જતા વિશ્વાસઘાત અને છેતરપિંડી થયાનો અહેસાસ થતા નંદાસણ પોલીસમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં પોલીસે બિહારના જીતેન્દ્રકુમાર જીરો મંડલ ભોઉ, અમિતકુમાર ભાગવત મંડળ ભોઉ અને છોટુકુમાર દશરથ મંડળ ભોઉને ઝડપી લીધા છે.

અન્ય સમાચારો પણ છે...