વિદાય સમારંભ:કડીના ચંદ્રાસણ ગામના યુવક સહિત 26 યુવાનો દીક્ષા લેશે

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડી બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે વિદાય સમારંભ યોજાયો

કડી શહેરના થોળ રોડ સ્થિત બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે રવિવારે તાલુકાના ચંદ્રાસણ ગામના લિંબાચીયા મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈના મોટા પુત્ર પંકજભાઈ સાધકનુ બ્રહ્મવિધાના પંથે પ્રયાણ પ્રસંગે વિદાય સમારંભ યોજાયો હતો.

આ પ્રસંગે સાળંગપુરના મહંત પુજ્ય અક્ષરચરણ સ્વામીએ બધામા ભગવાન હોય છે પણ કોઈને અનુભવ થતો નથી.સ્વામી બાપા અક્ષરધામ ગયા બાદ પણ બધા સંતો અને હજારો હરિભક્તો સતત ચાર દિવસ સુધી બાપાના દર્શન કર્યા જ કરતા હતા.ખરેખરા સાધુ હોય તેની પાસે જ સાધુ થવુ જોઈએ.બીએપીએસ સંસ્થામા આગામી ટૂંક સમયમાં 46 યુવાનો દીક્ષા લેવાના છે.જે પૈકી 12 યુવાનો વિદેશી નાગરીક છે.

એન્જીનીયરીંગ સાથે ઓસ્ટ્રેલિયામા મેનેજમેન્ટનો ત્રણ વર્ષનો અભ્યાસ કરીને સફળતા પૂર્વક કારકિર્દી ઘડનાર પંકજભાઈ સાળંગપુર ખાતે ગુરૂકુળમા રહી અભ્યાસ દરમિયાન બીએપીએસ સંસ્થાના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના કાર્યો થકી પ્રેરાઈને અન્ય વિદ્વાન સંતોના સમાગમ સાથે બ્રહ્મવિધાના પંથે પ્રયાણ કરવાનો નિર્ણય કર્યો હતો.ત્રણ વર્ષની સાધક તરીકેની કઠીન તપસ્યા પૂર્ણ કર્યા બાદ આગામી સમયમાં સાધુતાના માર્ગે સ્વમોક્ષાર્થે અને જનકલ્યાણર્થે સંસારનો ત્યાગ કરશે.

પંકજભાઈ સાધકના વિદાય સમારંભામા પૂજ્ય ભગવતપ્રસાદ સ્વામી, કરૂણામૂર્તિ સ્વામી, આદર્શસ્વરૂપ સ્વામી,પૂજ્ય વેદાંતપ્રિય સ્વામી,પૂજ્ય મંગળપુરૂષ સ્વામી તેમજ સાળંગપુર, મહેસાણા,હિંમતનગર અને કડીના પૂજ્ય ઋષિચિંતન સ્વામી સહિતના સંતો શહેરના ઉધોગપતિ કીરીટભાઈ પટેલ (કોરલ),પાલિકા ચેરમેન નીતીન પટેલ વિગેરે હાજર રહ્યા હતા.

ચંદ્રાસણ ગામનો યુવક સાધુતાના માર્ગે
કડીના ચંદ્રાસણ ગામના લિંબાચીયા મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ તાલુકાની અલદેસણ પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવે છે.તેમના બે સંતાનો પૈકી મોટો પંકજ અને નાનો ડૉ.મયુર છે.પંકજ એન્જીનીયરીંગ કરી ઓસ્ટ્રેલિયામા અભ્યાસ અર્થે ગયા હતા.જ્યાં તેમણે મેનેજમેન્ટનો ત્રણ વર્ષનો અભ્યાસ કરી ઉજ્વળ કારકિર્દી બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...