કડીમાં 'અવસર રથ'નું પ્રસ્થાન:24-વિધાનસભા બેઠકના 15થી વધુ ગામોમાં ફરી મતદાન જાગૃતિ અભિયાન ચલાવશે

કડી10 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં અવસર લોકશાહીનો ઝુંબેશ જાહેર કરવામાં આવી છે. મતદાન જાગૃતિ મિશન અભિયાન હેઠળ કડી વિધાનસભા બેઠક પર આજે સવારે મામલતદાર કચેરી ખાતે અવસર રથ આવી પહોંચ્યો હતો. ઉમરકાભેર અવસર રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અવસર રથ કડી તાલુકાના 15થી વધુ ગામોમાં ફરી મતદાન જાગૃતિ મિશન અભિયાન અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે.

અવસર રથ પર હસતાઅક્ષર દ્વારા પ્રતિજ્ઞા
કડી 24-વિધાનસભા બેઠક પર આજે સવારે મહેસાણાથી અવસર રથ કડી મામલતદાર કચેરી ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસર રથ વર્ષ 2017ની ચૂંટણીમાં ઓછા થયેલા મતદાન મથકો પર જઈ મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. તેમજ અવસર રથ પર હસતાઅક્ષર પ્રતિજ્ઞા કરાવી "હું વોટ કરીશ" નો સંકલ્પ પણ લેવડાવવામાં આવશે.

ગામે ગામ રથ ફરી મતદાન જાગૃતિ અભિયાન ચલાવશે
અવસર રથ કડી મામલતદાર કચેરી ખાતે આવી પહોંચતા પી.સી પ્રાંત અધિકારી, જે.એ. મામલતદાર, કલ્પના ભુરીયા ટીડીઓ, કલ્પેશ ભટ્ટ ચીફ ઓફિસર, સહિતના અધિકારીઓ દ્વારા અવસર રથ પર પોતાની સહી કરીને "હું વોટ કરીશ"નો સંકલ્પ લેવડાવીને રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. તેમજ આ અવસર રથ કડી તાલુકાના થોળ, રાજપુર, ઘુમાસણ, વડુ, કરજીસણ, ડાંગરવા, ધનાલી, સુરજ અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જે ગામોમાં 60 ટકાથી ઓછું મતદાન થયું હોય તેવા ગામોમાં રથ ફરીને મતદાન જાગૃતિ અભિયાન ચલાવશે.

અન્ય સમાચારો પણ છે...