કડીમાં પીપળાનું ઝાડ ધરાસાઈ:ઝાડ નીચે પાર્ક કરેલા 2 બાઈકનો કચ્ચરઘાણ, આજુબાજુના રહેણાંક મકાનોમાં તિરાડો પડી

કડી19 દિવસ પહેલા

કડી પંથકમાં છેલ્લા થોડાક દિવસોથી વરસાદે વિરામ લીધો હતો અને ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજ રોજ બપોર બાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

પીપળાનું ઝાડ ધરાશાયી થતાં દોડધામ મચી
કડી શહેરમાં બપોર બાદ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. કડી શહેરમાં આવેલ ત્રણ પગથિયાં પાસે આવેલ બિલાડીની ખડકીમાં એકાએક પીપળાના ઝાડનું અડધો ભાગ ધરાશયી થયો હતો અને પીપળાનું ઝાડ એક મકાન ઉપર પડ્યું હતું. બાજુમાં રહેલ એક દિવાલ પણ ધરાસાઈ થઇ હતી અને પીપળાનું ઝાડ પડતા નીચે પાર્ક કરેલા બે બાઈક ઉપર પડતા બે બાઈક કુરચા બોલાઈ ગયાં હતાં. બપોરે ભારે પવનના કારણે પીપળાનું ઝાડ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

બે કલાક સુધી સ્થાનિક તંત્ર ન પહોંચ્યું
કડી શહેરના ત્રણ પગથિયાં પાસે આવેલ બિલાડીની ખડકીમાં ભારે પવન અને વરસાદના કારણે પીપળાનું ઝાડ ધરાશયી થયું હતું. સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરતા તંત્ર બે કલાક સુધી ફરક્યું પણ નહોંતું અને પીપળાનું ઝાડ ખડકીમાં જવાના રસ્તાની વચ્ચોવચ્ચ પડતાં પોળમાં જવા આવવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. જેના કારણે સ્થાનિક લોકોએ જાતે જ પીપળાના ઝાડને દૂર કરીને રસ્તો ખુલ્લો કર્યો હતો. પીપળાનું ઝાડ ધડાકાભેર ધરાશયી થતા આજુબાજુમાં રહેણાંક મકાનોમાં તિરાડો પણ પડી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી અને સમગ્ર વિસ્તારમાં વીજળી પણ ડૂલ થઇ જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...