કડીના કરણનગર રોડ સ્થિત રેલવે ફાટક પાસેથી ચાલતા જતી યુવતીએ ગળામાં પહેરેલા રૂ. 52 હજારના સોનાના દોરાની પાછળથી બાઈક લઇને આવેલા બે અજાણ્યા શખ્સોએ ચીલઝડપ કરી ભાગી ગયા હતા. યુવતીએ જાણ કરતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મૂળ જોટાણાના વિરસોડા ગામના અને કડી શહેરના કરણનગર રોડ સ્થિત સિધ્ધરાજ સોસાયટીમાં રહેતાં નેહાબેન દિપકભાઈ નાયી રવિવારે બપોરે શિકાગો ફ્લેટ પાસેના કોમ્પલેક્ષમાં બ્યુટી પાર્લરના કોચિંગ ક્લાસમાં ગયા હતા.
સાંજે પરત તેઓ ઘરે ચાલતા જતા હતા, તે દરમિયાન રેલવે ફાટક પાસે વાત્સલ્ય બંગલોઝ આગળ પરિચીત સાથે વાતચીત કરતા હતા. તે અરસામાં પાછળથી બાઈક લઈને આવેલા બે અજાણ્યા શખસો યુવતીએ ગળામાં પહેરેલ સોનાનો દોરો ખેંચી ફરાર થઈ ગયા હતા. યુવતીએ બુમાબુમ કરતાં લોકો એકઠા થયા હતા,પરંતુ બંને ચોર બાઈક લઈ છૂ થઇ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.