કડીમાં ગઠિયા બન્યા બેફામ:બ્યુટી પાર્લરનું કોચિંગ પતાવીને ઘરે જઈ રહેલી મહિલાનું 2 બાઈક સવાર ગઠિયાઓએ ગળામાંથી સોનાનો દોરો ઝૂટવી ફરાર થઈ ગયા

કડી22 દિવસ પહેલા

કડી શહેરના કરણનગર રોડ ઉપર મહિલા બ્યુટી પાર્લરના કોચિંગ પતાવીને પોતાના ઘર તરફ આવી રહી હતી. જે દરમિયાન અજાણ્યા બે ઈસમો બાઈક ઉપર આવ્યા હતા અને મહિલાના ગળામાં પહેરેલ સોનાનો દોરો ઝૂંટવી ફરાર થઈ જતા મહિલાએ બૂમાબૂમ કરી હતી ગયા લોકો દોડી આવ્યા હતા. મહિલાએ સમગ્ર ઘટના પોતાના પરિવારજનોને જણાવી હતી. જ્યાં કડી પોલીસે નિવેદનના આધારે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

કડીના કરણ નગર રોડ ઉપર આવેલી સિધ્ધરાજ સોસાયટીમાં રહેતા નેહાબેન નાઈ કે પરિવાર સાથે રહે છે. જ્યાં તેઓ કરણ નગર રોડ પર આવેલા શિકાગો ફ્લેટની બાજુમાં બ્યુટી પાર્લરનું કોચિંગ ક્લાસ કરવા માટે ગયા હતા. જે દરમિયાન તેઓ કોચિંગ ક્લાસ પતાવીને પોતાના ઘર તરફ આવી રહ્યાં હતા. જે દરમિયાન તેમના એક મિત્ર મિસ્ત્રી સવિતાબેન વાત્સલ્ય બંગ્લોઝ પાસે મળ્યા હતા. જ્યાં બંને બહેનપણીઓ વાતચીતો કરી રહ્યાં હતા. જે દરમિયાન બે બાઈક સવારો આવી પહોંચ્યા હતા અને નેહાબેન નાઈ ના ગળામાં પહેરેલ સોનાનો દોરો જુટવી ફરાર થઈ ગયા હતા.

કડી કરણનગર રોડ ઉપર આવેલી વાત્સલ્ય બંગ્લોઝ પાસે મહિલાના ગળામાં પેહરેલ બે બાઈક સવાર સોનાનો દોરો ઝૂટવી ફરાર થઈ જતા મહિલાએ બૂમાબૂમ કરી હતી. જ્યાં મહિલાએ પોતાના પતિને મોબાઈલ ઉપર ફોન કરીને સમગ્ર ઘટના જણાવતા તેમના પતિ તેમજ પરિવારજનો કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને સમગ્ર મામલે પોલીસને જણાવતા પોલીસે મહિલાના નિવેદનના આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...