કડી નગરપાલિકાના ચેરમેનોની વરણી:18 સમિતિના ચેરમેનની વરણી કરાઈ; કારોબારી ચેરમેન તરીકે નીતિનભાઇ.કે પટેલની વરણી

કડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી નગરપાલિકાની સાધારણ સભામાં સર્વાનુમતે અલગ-અલગ સમિતિના 18 ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. કડી પાલિકાના હોલમાં શુક્રવારે સાધારણ સભા મળી હતી. જેમાં અલગ અલગ સમિતિના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી.

નવનિયુક્ત ચેરમેનોને શુભેચ્છાઓ પાઠવાઈ
કડીમા ભાજપ શાસિત નગરપાલિકાના 18 સમિતિના ચેરમેનોની સવા વર્ષની ટર્મ પૂર્ણ થતા આજે નવનિયુક્ત 18 સમિતિના ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નગરપાલિકામાં સાધારણ સભા પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફીસરની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં 18 સમિતિના ચેરમેનોએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું અને 18 સમિતિના ચેરમેનોની પુનઃ વરણી કરવામાં આવી હતી. જેમાં નગરપાલીકાના કારોબારી ચેરમેન તરીકે વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર નીતિનભાઈ કાંતિલાલ પટેલની વરણી કરવામાં આવી હતી અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે જગદીશભાઈ પટેલની વરણી કરાઇ હતી. ટાઉન પ્લાનિંગના ચેરમેન તરીકે વિષ્ણુભાઈ પટેલની વરણી કરાઈ હતી એમ કુલ 18 સમિતિના ચેરમેનની સર્વાનુમતે વરણી થતા કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા નવનિયુક્ત ચેરમેનોને હારતોરા પહેરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...