તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:દેઉસણામાં સરપંચના દીકરાના મકાનમાંથી 1.72 લાખની ચોરી

કડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચનો દીકરો સાસરીમાં જતાં ચોરો ઘર સાફ કરી ગયા

કડીના દેઉસણાના સરપંચ પ્રતાપજી ઠાકોરનો દીકરો સાસરીમાં મકાન બંધ કરી જતાં ચોરોએ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કિંમતી ચીજવસ્તુઓ રૂ.1.72 લાખની મત્તાની ચોરી કરી હતી.દેઉસણાના સરપંચ પ્રતાપજી રવાજી ઠાકોરનો દીકરો શૈલેષ ઠાકોર રવિવારે રાતે ઘર બંધ કરીને તેની સાસરી બાબજીપુરા ગામે ગયો હતો.

સરપંચ ઘરેથી નીકળી વાડામા સૂવા ગયા ત્યારે રસ્તામાં શૈલેષના ઘરે થઈને તાળું મારેલંુ જોઈને ગયા હતા.સોમવારે સવારે ઘરે પરત ફરતા સરપંચને તેમના દીકરા શૈલેષજીના ઘરનુ તાળું તોડી ચોર ઘરમાં ચોરી થયાનું જાણ થતાં શૈલેષજીને ફોન કરી બોલાવી ઘરમાં તપાસ કરતાં ઘરમાંથી રોકડા રૂ.35000 તથા એલઈડી ટીવી રૂ.15000 નુ તેમજ સોના ચાંદીના દાગીના રૂ.122000 ના મળી કુલ રૂ.1.72 લાખની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. સરપંચે કડી પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...