તસ્કરી:કડીમાં હેરીટેજ પ્લાઝામાં ધોળેદહાડે વેપારીના ઘરેથી 1.50 લાખની ચોરી

કડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીની પત્ની શાકભાજી ખરીદવા ગયાને ઘરમાં હાથફેરો થઇ ગયો
  • પહેલા માળે આવેલા મકાનના દરવાજાનું તાળું તોડી ચોર ઘરમાં ઘૂસ્યા

કડીમાં દેત્રોજ રોડ સ્થિત પ્રાઈમ હોટલ પાસે હેરીટેજ પ્લાઝામાં પહેલા માળે પરિવાર સાથે રહેતી મહિલા મંગળવારે બપોરે ઘર બંધ કરી બજારમાં શાકભાજી ખરીદવા ગઇ હતી, તે દરમિયાન ત્રાટકેલા તસ્કરો તાળુ તોડી ઘરમાં ઘૂસી રોકડા રૂ.1.50 લાખ ચોરી ગયા હતા.જે અંગે કડી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હેરિટેજ પ્લાઝામાં પહેલા માળે રહેતા દિલ્હીના વતની સુરેશભાઈ મહાવીરસિંહ ગડરીયા આશાપુરા શોપિંગ સેન્ટરમાં કાપડની દુકાન ધરાવે છે. ગત દિવસોમાં તેઓ સામાજિક કામે દિલ્હી ગયા હતા. મંગળવારે બપોરે તેમની પત્ની ઘર બંધ કરી બજારમાં શાકભાજી ખરીદવા ગઇ હતી. તે દરમિયાન તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી સામાન વેરવિખેર કરી નાખી હાથ લાગેલા રૂ.1.50 લાખ ચોરી કરી ભાગી ગયા હતા. સુરેશભાઈની પત્ની પરત ફર્યા ત્યારે ઘરનું તાળું તૂટેલું જણાતાં પોલીસને જાણ કરી હતી. વેપારી સુરેશભાઈ દિલ્હીથી પરત આવ્યા બાદ પોલીસે તેમના નિવેદન આધારે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...