કાતિલ દોરીથી લોકો-પક્ષીઓ ઘાયલ:કડીમાં ઉત્તરાયણના દિવસે દોરીથી 14 પક્ષીઓ, 8 માણસો ઘવાયા; પક્ષીઓની એનિમલ હેલ્પલાઇન દ્વારા સારવાર કરવામાં આવી

કડી14 દિવસ પહેલા

કડી શહેરમાં તેમજ તાલુકામાં મકરસંક્રાંતિની શારદા ઉજવણી જોવા મળી હતી પરંતુ આ ઉજવણી કેટલાક મનુષ્યો તેમજ અબોલા પક્ષીઓ ગવાયા હતા કડીના પશુ દવાખાનામાં તાલુકાનું કરુણા અભિયાન અંતર્ગત પક્ષી સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

કડી શહેરમાં મકરસંક્રાંતિ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના ફોન એનિમલ હેલ્પલાઇનમાં સતત રણકતા રહ્યા હતા. જોકે કરુણા અભિયાનને લઈને તંત્રની કડક કાર્યવાહીના લીધે અને લોકોની સંવેદના વધુ જાગૃત થઈ હોવાના કારણે ગત વર્ષ કરતાં ઓછા કેસ આ વખતે સારવારમાં આવ્યા હતા.

કડી શહેરમાં 13 અને 14 જાન્યુઆરીના દિવસે 14 પક્ષીઓથી પણ વધારે પતંગની દોરીથી ઈજાગ્રસ્ત પામ્યા હતા. જેમાં પશુ દવાખાને લાવવામાં આવ્યા હતા અને પક્ષીઓની સારવાર આપવામાં આવી હતી. મકરસંક્રાંતિના દિવસે કડી ભાગ્યોદય હોસ્પિટલમાં આઠથી વધારે લોકોને પતંગની દોરી ગળા તેમજ માથાના ભાગે વાગી હતી. જેઓની સારવાર ભાગ્યોદય હોસ્પિટલમાં કરવામાં આવી હતી.

કડી શહેરમાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કરુણા અભિયાન અંતર્ગત કડી શહેરના પશુ દવાખાના ખાતે કેમ્પ ઉભો કરવામાં આવ્યો હતો. જેમાં અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત પામેલા લોકો લઈને આવ્યા હતા. જેઓની પશુ ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી હતી. તેમજ વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે પક્ષી બચાવો અભિયાન ડો. અલ્પેશ જે. પટેલ, પશુ ચિકિત્સા અધિકારી કડી ડો. વિજય બી. પટેલ, પશુ ચિકિત્સા અધિકારી ખાવડ ડો. વિક્રાંન્ત જી. પટેલ, પશુ ચિકિત્સા અધિકારી કરણનગર સહિતના આરએફઓ તેમજ વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા. તેમજ મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર નિમિત્તે પક્ષી બચાવો અભિયાનમાં સેવામાં જોડાયેલા અનિલ, રાજુ, અમિતા, રવિ તેમજ સેવાભાવી આખી ટીમને કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ શુભકામનાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...