લગ્નોત્સવનું આયોજન:કડીના મેડા આદરજમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 12 નવદંપતીઓ જોડાયાં

કડી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ વાડજના દાતાએ લગ્નોત્સવનું આયોજન કર્યુ, ગ્રામલોકોએ સહકાર આપ્યો

કડીના મેડા આદરજમાં ઠાકોર, રાવળ સહિત ગરીબ અને મધ્યમ પરિવારની 12 દીકરીઓના સમૂહલગ્ન વાડજના પાટીદારે યોજી ગામ સમસ્ત અગ્રણીઓએ એક સમ્પ બની સમૂહલગ્નને સફળ બનાવ્યા હતા. અમદાવાદના વાડજના વતની નરેન્દ્રભાઈ ભૂદરભાઈ પટેલે (કોલસાવાળા) કડી તાલુકાના મેડા આદરજ ગામની ગરીબ અને મધ્યમ વર્ગની ઠાકોર અને રાવળ સમાજની 12 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન શુક્રવારે કર્યું હતું.

મેડા આદરજ ગામના પાટીદાર, ઠાકોર સમાજ સહિતના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી ગામ સમસ્ત યથાશક્તિ દાન મેળવી 12 દીકરીઓના સમૂહલગ્ન પ્રસંગને એક સમ્પ બની ગામલોકોએ સફળ બનાવ્યો હતો. લગ્નમા નવદંપતીઓને આશીર્વાદ આપવા મહેસાણા ડિસ્ટ્રીકટ બેન્કના ચેરમેન વિનોદભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ પટેલ, કડી નાગરીક બેન્કના વાઈસ ચેરમેન ભરતભાઈ પટેલ (રામકૃષ્ણ), કડી તાલુકા પંચાયત પ્રમુખ અજિત પટેલ, ચેરમેન ગૌરાંગભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચાંલ્લાની રકમ દીકરીઓના નામે એફડી કરાશે
મેડા આદરજની 12 દીકરીઓના સર્વ જ્ઞાતિ ગામ સમસ્ત સમૂહલગ્ન પ્રસંગે ગામ લોકોએ ઉદાર હાથે ચાંલ્લો લખાવ્યો હતો. જે એકત્રિત થયેલ તમામ રકમ 12 દીકરીઓના નામે ફીક્સ ડિપોઝીટ કરાશે તેમ ગામના અગ્રણી રામભાઈ પટેલ અને ઠાકોર ગૌરાંગભાઈ એ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...