તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કડીના ખેરપુરથી 14 હજાર રોકડ સાથે 11 શકુનિ ઝડપાયા

નંદાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11 વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકે ગુનો નોંધાયો

નંદાસણ પોલીસે કડી તાલુકાના ખેરપુર ગામે રેડ કરી જુગાર રમતા 11 શખ્સોને રૂપિયા 14 હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા.પોલીસે 11 વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકમાં જુગારધારા અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. નંદાસણ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી, કે કડી તાલુકાના ખેરપુર ગામની સીમમાં આવેલ ખેતરના બોર ઉપર જુગાર રમાઇ રહ્યો છે. જેને આધારે પોલીસે રેડ કરી હતી પોલીસને જોઇ જુગારીઓમાં દોડધામ મચી હતી.

પોલીસે જુગાર રમતાં પોપટ ઇશ્વરભાઇ રાવળ, મોતીજી લાભુજી ઠાકોર,છનાજી હેમતાજી ઠાકોર, દશરથજી જગાજી ઠાકોર, મુકેશજી હેમતાજી ઠાકોર,પૃથ્વીજી રામાજી ઠાકોર,બાબુજી શૈલેષજી ઠાકોર,ચીનાજી મંગાજી ઠાકોર, મહેશ નારણદાસ પટેલ ( રહે. તમામ. ખેરપુર),પુનાજી શકરાજી ઠાકોર (રહે. રાજપુર),અશોકજી જયંતીજી ઠાકોર (રહે. ઊંટવા) ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 14,690 નો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...