કડીના ભટાસણ ખાતે LCBની રેડ:816 દારૂની બોટલો સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો; બહારથી માણસો બોલાવી વિદેશી દારૂનું કટિંગ ચાલતું હતું

કડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના ભટાસણ ગામે ડેરીની નજીક દારૂનું કટીંગ ચાલી રહ્યું છે તેવી માહિતી મહેસાણા LCBને મળી હતી. LCB સ્ટાફે સ્થળ પર જઈને રેડ કરી હતી. જ્યાં બે ઈસમો ઝડપાયા હતા. LCBએ સ્થળ પરથી વિદેશી દારૂની 816 બોટલો જપ્ત કરી હતી. આ બંને ઈસમોની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

LCBને બાતમી મળી કે દારૂનું કટિંગ ચાલી રહ્યુ છે
કડી તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં મહેસાણા LCB સ્ટાફના માણસો અલગ અલગ વાહનમાં ગુપ્ત રીતે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સ્ટાફના માણસોને ખાનગી રાહી બાતમી મળી હતી કે ભટાસણ ડેરીની બાજુમાં સૈયદ જુનેદ અને સૈયદ ઈકબાલ મિયાં બહારથી માણસો બોલાવીને વિદેશી દારૂનું કટીંગ કરાવી રહ્યા છે અને તે પ્રવૃત્તિ હાલમાં ચાલુ જ છે.

11 લાખ 33 હજાર 880 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો
આ માહિતી મળતા LCBએ કોર્નર કરીને રેડ કરતા બે ઈસમો કટીંગ કરાવતા ઝડપાઈ ગયા હતા. LCBએ દારૂની 816 બોટલો જપ્ત કરી હતી તેમજ હોન્ડા સિટી ગાડી અને ક્રેટા ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. વિદેશી દારૂ સાથે રૂપિયા 11 લાખ 33 હજાર 880 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓની ધરપકડ કરીને કડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...