સેવાસેતુ કાર્યક્રમ યોજાયો:કડીમાં આઠમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં 100 વધુ અરજીનો સ્થળ પર નિકાલ કરાયો

કડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના નાની કડી પ્રાથમિક શાળા ખાતે આઠમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાસેતુ કાર્યક્રમમાં સરકારી કામો જેવા કે આવકનો દાખલો, આધારકાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ, વિદ્યાસહાયક, જન્મ મરણના દાખલા, જનધન યોજના,વૃધ્ધ સહાય એક જ જગ્યાએ મળી રહે તેવું આયોજન નાનીકડી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું અને લોકોને તકલીફ ન પડે જેના હેતુસર કડી તાલુકા પંચાયત દ્વારા આઠમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન નાનીકડી ખાતે કરવામાં આવ્યું હતું.

કડીના નાનીકડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આઠમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં જાતિના દાખલા જન્મ મરણના દાખલા આધારકાર્ડ આવકના દાખલા જેવી 100થી વધુ અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના અધિકારીઓ મામલતદાર કચેરીના અધિકારીઓ તેમજ કડીના ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, નાનીકડીના સરપંચ,તલાટી વિગેરે લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...