તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જોટાણા તાલુકાના જાકાસણાં,જોટાણા,ખદલપુર,મેમદપુર,ચાલાસણ, સાંથલ કસલપુરા ગામમાં રસ્તે રખડતા કુતરાઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે.છેલ્લા બે મહિનામાં 200 કરતા વધારે નાની મોટી વ્યક્તિઓને કૂતરા કરડવાના બનાવો સાંથલ,જોટાણા,સૂરજ સહિતના સરકારી હોસ્પિટલોમાં નોંધાયા છે. જોટાણા તાલુકાના સરકારી દવાખાનાઓમાં રોજના 10 થી વધારે વ્યક્તિઓ હડકવાની રસી લેવા આવતા હોવાની માહિતી મળી છે.
તાલુકાના ગામડાઓમાં રખડતા કુતરાઓના ટોળે ટોળાં વળી ભેગા થાય છે અને માર્ગો ઉપર નીકળી પડે છે.દિવસે તેમજ રાત્રે રોડ ઉપરથી પસાર થતા એકલદોકલ વાહનચાલકોની પાછળ દોડે છે અને વાહનનો પીછો કરે છે જેને લઈને વાહનચાલક કુતરાથી બચવા માટે વાહન પુરઝડપે ચલાવતા હોવાથી અકસ્માત નો ભોગ બને છે જ્યારે ચાલતી જતી વ્યક્તિઓને પણ કુતરાઓ પાછળ પડી જાય છે અને સામે આવી બચકું ભરી લેવાના બનાવોમાં પણ વધારો જોવા મળ્યો છે.
પી.એચ.સી.માં વેકસીન નહિ મુકતા હોવાની ફરીયાદ
જોટાણા તાલુકાના ગામડાઓમાં બે મહિનામાં કૂતરા કરડવાના બનાવોમાં વધારો થયો છે ત્યારે તાલુકાના પી.એચ.સી.સેન્ટરોમાં કૂતરા કરડે ત્યારે મુકવામાં આવતી વેકસીન નહિ મુકતા લોકોને જોટાણામાં આવેલ સી.એચ.સી.સેન્ટરોમાં વેકસીન લેવા આવવું પડે છે.જેથી લોકોએ દરેક પી.એચ.સી.સેન્ટરોમાં વેકસીન પૂરતા પ્રમાણમાં રાખવામાં આવે તેવી માંગણી કરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.