આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી:મહેસાણાના જોટાણામાં શિક્ષકે વેક્સિનના બે ડોઝ લીધાને સર્ટિ 4નું મળ્યું, બુસ્ટર ડોઝ માટે જતાં પોલ ખૂલી

જોટાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક જ વ્યક્તિને રસીના બે સર્ટિફિકેટ મળ્યાં - Divya Bhaskar
એક જ વ્યક્તિને રસીના બે સર્ટિફિકેટ મળ્યાં

મહેસાણાના જોટાણાના શિક્ષકે કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હતા પણ સર્ટિફિકેટ ચાર ડોઝનું મળતાં આરોગ્ય વિભાગની ગંભી બેદરકારી સામે આવી હતી.

જોટાણા તાલુકાના ખદલપુરના વતની મુકુંદ કુમાર કનૈયાલાલ પટેલ જે પોતે જોટાણાની કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. અને તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ મુજબ તા.5/ 2/ 2021 ના રોજ પ્રથમ વેક્સિન ડોઝ અને તા. 6/3/ 2021 ના રોજ દ્વિતિય વેક્સિન ડોઝ જોટાણા PHC સેન્ટર ખાતે મોબાઇલ નંબર તથા આધારકાર્ડના વેરીફીકેશન કરીને બંને વેક્સિન ના ડોઝ લીધા હતા પરંતુ અત્યારની ગુજરાત સરકારના આદેશ મુજબ વેક્સિન ના સર્ટી ફરજિયાત હોવાથી આ અરજી કરેલ વ્યક્તિ પોતાનું સર્ટી કાઢતા 2 સર્ટી ઇસ્યુ થયેલ હોવાનું તેમને માલૂમ પડ્યું હતું.

ઉપરાંત બન્ને ના તારીખ અને સર્ટી નંબર પણ અલગ-અલગ દર્શાવેલ છે જેમાં પ્રથમ સર્ટી માં પ્રથમ ડોઝ :- ID 57841051582 આ સર્ટિ માં પ્રથમ ડોઝ:- 10 Feb 2021 તથા દ્રતિય ડોઝ :- 25 oct 2021 અને આજ વ્યકિત ના નામે દ્રીતિય સર્ટિ નંબર :- ID - 57895865459

પ્રથમ 5 Feb 2021 અને બીજો ડોઝ 25 oct 2021ના રોજ નીકળેલ છે. તો આ બંને સર્ટિ માંથી સાચું સર્ટિ કયું તથા દ્રિતીય ડોઝના તા.6/3/2021 લગાવેલ છે માટે તેમને બૂસ્ટર ડોઝ લેવાનો હોવાથી સાચી માહિતી માટે પ્રાથમિક અરજી દ્ધારા આરોગ્ય તંત્ર ને જાણ કરવામાં આવી છે.આવા ગુજરાત ની અંદર કેટલા લોકોના આવા સર્ટિ બન્યા હસે જેમાં આરોગ્ય તંત્ર ની બેદરકારી ઓ જોવા મળી રહી છે.

કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધાને 9 મહિના જેટલો સમય વિતી ગયો હોવાથી તેમજ સરકારના આદેશ મુજબ કોરોના વેક્સિન નું સર્ટિફિકેટ જોડે રાખવાનું હોવાથી તેમણે તેમનું કોરોના વેક્સિન સર્ટિફિકેટ કાઢતા બે અલગ અલગ તારીખ વાળા સર્ટિફિકેટ મળતાં તેઓ અચંબા માં મુકાયા હતા. ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કેતુલ પટેલે જણાવ્યું હતું કે સોફ્ટવેરમાં ખરાબી તેમજ ડેટા એન્ટ્રીમાં ભૂલના કારણે બન્યું હશે તેના માટે સાંથલ પીએચસીમાં જણાવી દીધું છે થોડા દિવસોમાં ભૂલ સુધારી નવું સર્ટિફિકેટ આપી દઇશું.

સોફ્ટવેર કે ડેટા એન્ટ્રીની ભૂલ હોવાનું જણાવ્યું
મુકુંદ પટેલે સર્ટિફિકેટમાં ભૂલ હોવાનું તેમજ તેમણે માર્ચ મહિનામાં વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાથી બૂસ્ટર ડોઝ લેવાનો હોવાથી ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કેતુલ પટેલને ટેલીફોનીક જાણ કરતા તેઓએ તેમની વાતને ઉડાડી દઈ બૂસ્ટર ડોઝ લેવો હોય તો અપાવી દઉં તેવી વાહીયાત વાત કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. સોફ્ટવેર અને ડેટા એન્ટ્રીની ભૂલથી સર્ટિફિકેટમાં ખરાબી આવી છે જેને સુધારી નવું સર્ટિફિકેટ આપીશું:- ડૉ.કેતુલ પટેલ(ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...