હુમલો:ખેતરમાં ભેંસ ઘૂસતાં કટોસણના શખ્સે વિરસોડાના યુવાનને ઊંધુ ધારિયું માર્યું

જોટાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાડાવાટ ખુલ્લી હોઈ ભેંસ ખેતરમાં ઘૂસી હતી
  • યુવાનને સારવાર અર્થે મહેસાણા ખસેડાયો

ખેતરમાં ભેંસ ઘૂસી જતાં જોટાણાના વિરસોડા ગામના યુવાનને કટોસણના શખ્સે ઊંધુ ધારિયું મારતાં જોટાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જોટાણા તાલુકાના વિરસોડા ગામના ઇન્દુભા ભીખુભા ઝાલા શુક્રવારે સવારે તેમના ખેતરમાં ભેંસો ચરાવવા નીકળ્યા હતા ત્યારે વીરસોડા કેનાલ ઉપરથી પસાર થતા ત્યારે ઠાકોર હેમતાજી જેણાજી (રહે. કટોસણ લક્ષ્મીપુરા) વાળાના ખેતરમાં ગાડાવાટ ખુલ્લી હોઈ એક ભેંસ ખેતરમાં ઘૂસી જતાં ભેંસને બહાર કાઢવા જતા ઠાકોર હેમતાજીએ ગાળો બોલી માથાકૂટ કરી હતી.

ઈન્દુભાએ ગાડાવાટ ખુલ્લી હોઈ ભેંસ ખેતરમાં આવેલ હોવાનું કહેતા હેમતાજી ઠાકોર એકાએક ઉશ્કેરાઈ જઈ ધારિયા વડે હુમલો કર્યો હતો. જેમાં ધારીયુ ઊંધું પકડી ઈન્દુભાના ડાબા હાથે મારતાં સારવાર અર્થે જોટાણા સિવિલ ખસેડાતાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ ખસેડાયા હતા. આ અંગે સાંથલ પોલીસે ઠાકોર હેમતાજી જેણાજી સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...