ડાયવર્ઝન:જોટાણા-કડી રેલવે ફાટક આજથી ત્રણ દિવસ બંધ

જોટાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનોને ભટારિયા ચોકડીથી જાકાસણા થઈ ડાયવર્ઝન અપાયું, 5 કિમીનું ચક્કર મારવું પડશે

જોટાણા-કડી રોડ પર ઇજપુરા ગામ નજીક આવેલ 20A નંબરનું ફાટક મરામતને લઇ 11 જૂનથી 13 જૂન સુધી બંધ રાખવાનો પશ્ચિમ રેલવે દ્વારા નિર્ણય લેવાયો છે. જોટાણાથી કડી જતા વાહનોને ભટારિયા ચોકડીથી જાકાસણા થઈને ડાયવર્ઝન અપાયું છે. ત્રણ દિવસ જોટાણા થી કડી તરફ જતા વાહનોને 5 કિલોમીટર લાંબુ ચક્કર મારવું પડશે.

પશ્ચિમ રેલવેએ મહેસાણા- કટોસણ રોડ રેલવે લાઈન ઉપર જોટાણા રેલવે સ્ટેશનના ઈજપુરા ગામ નજીક આવેલ 20A નંબરનું રેલવે ફાટક સમારકામ અને ઓવરહિલિંગના કામ માટે ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના માટે વાહન ચાલકોને ડાયવર્ઝન અપાયું છે. પાંચ કિલોમીટરનો લાંબો રસ્તો પસાર કરવાનો હોવાથી વાહન ચાલકોમાં કચવાટ પ્રસર્યો છે. 5 કિલોમીટરનું ચક્કર કાપવાનું અને જોટાણાથી જાકાસણાનો રસ્તો ખરાબ હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...