રજૂઆત:મુદરડાના ફણીધર ફૂડ પાર્ક દ્વારા ખેતરોમાં પ્રદૂષિત પાણી છોડાતા મુખ્યમંત્રીને રજૂઆત

જોટાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેમિકલ યુક્ત પાણી જમીનમાં અંદર ઉતારવાનું તેમજ ફૂડ પાર્કની બાજુની જમીન ખરીદી તેમાં છોડાય છે

બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે જોટાણા તાલુકામાં મુદરડા ગામમાં ફૂડ પ્રોસેસિંગ કરતી ફણીધર ફૂડ પાર્ક નામના ખાનગી એકમ દ્વારા પ્રદુષિત પાણી જમીનમાં ઉતારવામાં આવે છે અને કંપની દ્વારા એકમની બાજુમાં જગ્યા લઈ ત્યાં તળાવ બનાવી ત્યાં ભરવામાં આવી રહ્યું છે જેથી ગામડાના લોકોના આરોગ્ય ઉપર ખુબજ માઠી અસર પડી રહી હોવાનું તેમજ રોગચાળો ફાટી નીકળવાની પરિસ્થિતિ નું નિર્માણ થયી રહ્યું છે

તથા પ્રદુષિત પાણીના લીધે જમીનમાં ક્ષાર અને કેમિકલના લીધે ખેડૂતોના તમામ પાક નિષ્ફળ જતા હોવાથી તાત્કાલિક પ્રદુષણ ફેલાવતા ખાનગી એકમો બંધ કરવા રાજ્યના મુખ્યમંત્રી સહિતને લેખિતમાં પત્ર લખી રજુઆત કરી છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રદુષિત પાણીના લીધે ગામડાના લોકોમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે જેથી ગામલોકોએ જિલ્લા પ્રદૂષણ વિભાગમાં વારંવાર રજુઆત કરી હોવા છતાં પ્રદુષણ વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં નહિ આવતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

ફણીધર ફૂડ પાર્કના સંચાલકો દ્વારા કેમિકલયુક્ત પ્રદુષિત પાણી ની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા સિવાય એકમની બાજુની જમીનો ખરીદી પાઇપલાઇન દ્વારા ખેતરોમાં ખાડા બનાવી પ્રદુષિત પાણી તેમાં ઠાલવી રહ્યા છે પ્રદુષિત પાણીના એક જગ્યાએ ભરાવાને લીધે ગંદા પાણીની પુષ્કળ વાસ આજુબાજુના વિસ્તારમાં ફેલાઇ રહી છે લોકોના આરોગ્ય સામે મોટો ખતરો તોળાઇ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.

આ અંગે ફણીધર ફૂડ પાર્કના પ્રોજેકટ મેનેજર ગુપ્તા જોડે વાત કરતા તેમણે અત્યારે સમય નહિ હોવાનો તેમજ થોડા દિવસ પછી આવજો બીજી માહિતી જોઈતી હોય તો અમદાવાદ ઓફિસેથી લઈ લેજો જેવી અધ્ધરતાલ વાત કરીને પ્રદુષિત પાણીની વાતને છુપાવવાનો હીન પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...