ઉદ્ઘાટન:જોટાણા સિવિલમાં 25 લાખના ખર્ચે બનેલા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન

જોટાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહામારીમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા જોટાણા સીએચસીમાં મરતોલી સ્થિત સ્ટીલ સ્ટ્રીપ વ્હીલ્સ કંપનીના સહયોગથી રૂ. 25 લાખના ખર્ચે બનેલા ઓક્સિજન પ્લાન્ટનું શુક્રવારે ઉદઘાટન કરાયું હતું. પ્લાન્ટમાં દૈનિક 240 MQ ઓક્સિજનનું ઉત્પાદન થશે, 15 જેટલા દર્દીઓની ઓક્સિજનની માંગ પૂરી થશે.

ઉદ્ઘાટન પ્રસંગે કંપનીના હેડ સતીશકુમાર વારાણસી, એચઆર હેડ એચ.બી.મહેતા, કડી ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, જિલ્લા સદસ્ય ગણપતભાઈ પટેલ, ચંદ્રિકાબેન પટેલ, જોટાણા તાલુકા પંચાયત પ્રમુખ બળદેવભાઈ સોલંકી, જિલ્લા સદસ્યા ભારતીબેન ઠાકોર, બદ્રીભાઈ પટેલ (જોટાણા) સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કંપનીના હેડ સતીશકુમારના જણાવ્યા મુજબ, મહામારીમાં ઓક્સિજનની અછતને પગલે જોટાણા તાલુકાની જનતાના લાભ માટે સ્થાનિક આગેવાનોના સહયોગથી કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...