તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જોટાણામાં શનિવારે રાત્રે રસ્તામાંથી નીકળવાની બાબતે બે જૂથ વચ્ચે થયેલી હિંસક મારામારી બાદ મોડી રાત્રે મિનરલ વોટરના પ્લાન્ટને આગ લગાડાતાં વેપારીઓમાં અસામાજિક તત્વોના કારણે ભયનો માહોલ છવાઈ ગયો હતો અને રવિવારે બજારો સંપૂર્ણ બંધ રાખી આક્રોશ નોંધાવ્યો હતો.જોટાણા ખાતે મિનરલ પાણીનો વ્યાપાર કરતા હાર્દિક પટેલનો ભાઈ તેમની લોડિંગ રિક્ષામાં પાણીના જગ ઉતારવા બજારમાં ગયો હતો. મુખ્ય બજારમાં કમલેશ મોદીની દુકાન આગળ રિક્ષા લઈને ઉભો હતો ત્યારે સામેથી સ્વીફ્ટ ગાડી લઈને આવી રહેલા જોટાણા યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા અને તેના બે મિત્રો સાથે અહીંથી નીકળવા બાબતે બોલાચાલી થઇ હતી.
હાર્દિક પટેલની ફરિયાદ મુજબ, પ્રતિપાલસિંહ અને તેના બે મિત્રો તેના ભાઈને ગડદાપાટુનો માર મારતા હતા, તે છોડાવવા જતાં પ્રતિપાલસિંહે છરી પેટમાં મારવાનો પ્રયાસ કરતાં તે બાજુમાં ખસી જતાં ડાબા પગની જાંઘ ઉપર બે ઘા વાગ્યા હતા. જ્યારે તેના ભાઈ અને પિતાને ગડદાપાટુના મારને લીધે સિવિલમાં દાખલ કરાયા છે.
ત્યાર બાદ મોડી રાત્રે તેમના મિનરલ પ્લાન્ટને આરોપીઓએ આગ ચાંપી દેતાં સરસામાન બળીને ખાખ થઇ ગયો હતો.જ્યારે સામે પક્ષે પ્રતિપાલસિંહ ઝાલાએ ત્રણ જણા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, રસ્તામાં નીકળવાની બાબતમાં છરી તેમના મોઢા, ડાબા હાથ ઉપર તેમજ બંને પગની જાંઘો ઉપર મારી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે સાંથલ પોલીસે બંને જૂથોની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.