તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઈરસના કહેરને પગલે દેશભરમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. ગુજરાતમાંથી પરપ્રાંતિયોને તેમના વતન અને અન્ય રાજ્યો અને દેશોમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવાની મથામણ ચાલી રહી છે. તેવામાં વડપ્રધાનની અપીલ બાદ ઈડર તાલુકાની દરામલી ગ્રામ પંચાયતે પણ દેશવિદેશમાં વસતા અને ફસાયેલા ગ્રામજનોને લાવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.
ગામથી બહાર વસનારનો સંપર્ક કરાય છે
કોરોના વાઈરસને પગલે વ્યક્તિથી વ્યક્તિ દૂર થવા લાગ્યો છે તેમજ દો ગજ કી દુરીનું સૂત્ર પણ એટલું સાર્થક થઇ રહ્યું છે. સાબરકાંઠાના ઇડરના દરામલીની ગ્રામ પંચાયત દ્વારા રાજ્યના વિવિધ ભાગો સહિત દેશના અન્ય રાજ્યોમાં અને વિદેશમાં વસતા ગ્રામજનોને વીડિયો કોન્ફરન્સથી સંપર્ક કરી પોતાના ગામ સુધી લાવવાની તજવીજ હાથ ધરી છે. પૂર્ણ સલામત રીતે વતન વાપસી માટે પણ એક નવી દિશા ચીંધી છે. બહારથી પોતાના જ ગામના લોકો પોતાના ઘરે આવે છે ત્યારે કોરોનાના ભયથી ગ્રામ પંચાયત સહિત સ્થાનિકો પણ ભય અનુભવે છે ત્યારે દરામલી ગ્રામ પંચાયત ગુજરાતની બહાર વસતા લોકોને ઘરે આવવા માટેની વ્યવસ્થા કરવાની સાથોસાથ કોરોનાથી ગભરાયા વિના તેની સામે સક્ષમતા પુરવાર કરવાનું એક નવીનતમ કામ આરંભ્યું છે.
ગામમાં ક્વોરન્ટીન પરિવારોને તમામ સુવિધા આપી
ગામના સરપંચ હેતલબેને જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતે છેલ્લા એક સપ્તાહમાં પાંચથી વધુ પરિવારોને ગામમાં લાવી તેમને ક્વોરન્ટીન કર્યા છે. સાથે-સાથે અન્ય રાજ્યોથી લાવેલા ગ્રામજનોને ગ્રામ પંચાયત દ્વારા કરિયાણાથી લઇ તમામ સુવિધાઓ પુરી પાડી છે.
ગુજરાતના આ ગામ અન્ય ગામડાને પણ પ્રેરશે
સામાન્ય રીતે સ્થાનિક ગ્રામજનોમાં કોરોનાનો ભય દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા કરાયેલો પ્રયાસ સમગ્ર ગુજરાત સહિત ભારતભરના લાખો ગામડાઓ માટે એક નવી શરૂઆત છે. એક ગામની શરૂઆત અન્ય ગામડાઓને દિશાનિર્દેશ પૂરો પાડી શકશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.