હિંમતનગરમાં નિવૃત્ત ટીડીઓનું ખોટું વીલ અને વારસાઇ સોગંદનામા બનાવી દુકાનો વેચી મારી

હિંમતનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઠગાઇ| બીજી પત્ની અને તેના સંતાનો વારસદાર હોવા છતાં અન્ય મિલકતોમાં પણ હક ડૂબાડ્યાની ફરિયાદ
  • મૃતકની ખોટી સહી વાળું બિલ બનાવી છેતરપિંડી આચરી, મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ

હિંમતનગરઃ શહેરમાં મૂર્હમ પિતાના નામનું ખોટુ વીલ અને વારસાઇ સોગંદનામા બનાવી પૂર્વ પત્ની અને બે પુત્રોએ ત્રણ દુકાનો વેચી મારવા સહિત અન્ય મિલકતોમાં બીજી પત્ની અને તેના પુત્રનો હક ડૂબાડી તેમના નામ દાખલ કરી છેતરપિંડી આચરી હોવા અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા ચિંતન સાધુ (રહે. મહાકાળી મંદિર રોડ મહાવીરનગર) ના પિતા દિનેશકુમાર રામદાસ સાધુ ટીડીઓ થઇ નિવૃત્ત થયા હતા. તેમણે બે લગ્ન કરેલ હતા. અગાઉની પત્નીથી કંદર્પ અને હિંમાશુ તથા પલ્લવીબેન ત્રણ સંતાન હતા. તા. 14-12-14 નારોજ પૂર્વ પત્ની સુશીલાબેન સાથે છૂટાછેડા લઇ મીનાક્ષીબેન સાથે લગ્ન કર્યા હતા અને દિનેશકુમાર સાધુએ તા. 19-12-19 ના રોજ સોગંદનામુ કરી વારસાઇ કરેલ જેમાં ચિંતન સાધુ, મીનાક્ષી સાધુ અગાઉના લગ્નથી થયેલ સંતાનો કંદર્પ, હિમાંશુ અને પલ્લવી બેનના નામ લખેલ હતા.

પિતાની ખોટી સહીવાળુ વીલ બનાવ્યુ
ચિંતનભાઇના જણાવ્યાનુસાર નવે-19 માં મિલકત વેરો ભરવા જતાં જાણવા મળેલ કે શિવ એવન્યુમાં જે ત્રણ દુકાનો હતી તેનુ વેચાણ થઇ ગયુ છે અને તપાસ કરતાં વારસદાર તરીકે સુશીલાબેન તથા તેમના સંતાનો હિમાંશુ, કંદર્પ અને પલ્લવીબેનના નામ દાખલ કરવા વીલ રજૂ કરી સોગંદનામુ રજૂ કરાયુ હતુ અને તેના આધારે વેચાણ કરાયુ હતું. ખોટા વીલ, ખોટા સોગંદનામા પેઢીનામાને આધારે બળવંતપુરા સીમના સર્વે નં. 74 ના પ્લોટ નં.117,118,119, 120 તથા પોલો ગ્રાઉન્ડમાં આવેલ મકાનમાં મર્હૂમ પિતાની ખોટી સહીવાળુ ખોટુ વીલ બનાવી ચિંતનભાઇ અને તેમની માતા મીનાક્ષીબેન વારસદાર હોવા છતાં તેમનો હક ડૂબાડી છેતરપિંડી આચરી હોવા અંગે ચિંતન દિનેશકુમાર સાધુએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે સુશીલાબેન સાધુ, કંદર્પ દિનેશભાઇ સાધુ અને હિમાંશુ દિનેશભાઇ સાધુ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...